બનાસકાંઠા જિલ્લામાં આજે નેશનલ હાઈવે 27 પર વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બન્ને ટ્રક ચાલકોના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યા છે. જેમાં બનાવને પગલે આજુબાજુના લોકો અને થરા પોલીસ અકસ્માત સ્થળે આવી પહોંચી ગયા હતા અને બન્ને મૃતકોની લાશને પીએમ અર્થે ખસેડી રાહત કામગીરી શરૂ કરી હતી.
બે ટ્રક ચાલકોના ઘટના સ્થળે મોત થયા કાંકરેજના ઉણ ગામ પાસે નેશનલ હાઇવે પર આજે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બન્ને ટ્રક ચાલકોના કરૂણ મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે.
જેમાં નેશનલ હાઈવે 27 પર ગામ પાસે બે ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રકના કેબીનમાં ફુરચે ફુરચા થઈ ગયા હતા. અને બન્ને ટ્રકચાલકો કેબિનમાં કચડાઇ જતાં ઘટનાસ્થળે જ કરુણ મોત પામ્યા હતા.

તેમાં ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો અને થરા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને બન્ને મૃતકોની લાશને પીએમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી અકસ્માતોની વણઝાર ચાલુ છે.