ડીસાના સ્પર્ધકે ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની વેઇટ લિફ્ટીંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો

- Advertisement -
Share

ગીર સોમનાથ ખાતે યોજાયેલા અંડર-17 ની વેઇટ લિફ્ટીંગની સ્પર્ધામાં દેવાંશ માળીએ ઉમદા પ્રદર્શન કર્યું

 

બનાસકાંઠા જીલ્લાના ડીસાના દેવાંશ માળીએ તાજેતરમાં યોજાયેલા ખેલ મહાકુંભમાં અંડર-17 ની વેઇટ લિફ્ટીંગની સ્પર્ધામાં ભાગ લીધો હતો.

જેમાં સમગ્ર રાજ્યમાથી વેઇટ લિફ્ટીંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. સમગ્ર રાજ્યમાંથી બીજા નંબરે આવ્યો છે.

બનાસકાંઠા જેવા પછાત જીલ્લાનો આ કિશોર છેલ્લા 2 વર્ષથી વેઇટ લિફ્ટીંગ માટે સતત પરસેવો પાડી રહ્યો છે.

 

2 વર્ષની મહેનત બાદ દેવાંશ માળીએ તાજેતરમાં યોજાયેલા ખેલ મહાકુંભમાં અંડર-17 ની વેઇટ લિફ્ટીંગની સ્પર્ધામાં ભાગ લીધો હતો.

 

આ સ્પર્ધામાં ગુજરાતભરમાથી સ્પર્ધકો જોડાયા હતા. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરમાંથી પણ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

 

પરંતુ આ મોટા શહેરોના આ તમામ સ્પર્ધકોને માત આપીને બનાસકાંઠા જેવા પછાત જીલ્લાના દેવાંશ માળીએ સિલ્વર મેડલ મેળવ્યો છે.

 

ગીર સોમનાથ ખાતે યોજાયેલા ખેલ મહાકુંભમાં દેવાંશ માળીએ સિલ્વર મેડલ મેળવતાં સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં ખુશીની લહેર પ્રસરી છે.

 

આજની યુવા પેઢી વ્યસનોના રવાડે ચઢીને પોતાની યુવાનીને બરબાદ કરી રહી છે. ત્યારે વ્યસનના બદલે યુવાઓ ફીટનેશ પ્રત્યે જાગૃત બને તો આવનારી ભાવી પેઢી શારીરિક રીતે વધુ મજબૂત બનશે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!