ડીસામાં આમ આદમી પાર્ટીની પરીવર્તન યાત્રામાં રાજમાર્ગો પર ભવ્ય ઠેર-ઠેર સ્વાગત કરાયું

- Advertisement -
Share

આમ આદમી પાર્ટીની વિચારધારા પહોંચાડવા માટે પરીવર્તન યાત્રાનો પ્રારંભ

 

સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાંની સાથે દરેક રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ આરંભ કરી દેવામાં આવ્યો છે.
ત્યારે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સામે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે.
દિલ્હી અને પંજાબની ભવ્ય જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીને સમગ્ર ભારતમાં મજબૂત સમર્થન મળી રહ્યું છે.
ત્યારે ગુજરાતમાં દિલ્હી અને પંજાબની જેમ સરકાર બનવા માટે ગામડે-ગામડે શહેર-શહેરમાં પહોંચવા માટે દરેક મતદાતાઓ સુધી આમ આદમી પાર્ટીની વિચારધારા પહોંચાડવા માટે આમ આદમી પાર્ટી દ્વારા પરીવર્તન યાત્રાનો પ્રારંભ કરાયો છે.

જે પરીવર્તન યાત્રા કાંકરેજ, દિયોદર, વાવ, થરાદ અને ધાનેરા વિધાનસભા વિસ્તારમાં ફરી શનિવારે ડીસા તાલુકાના ઝેરડા ગામમાં પહોંચી હતી.

 

જે યાત્રા બાદ જાહેર સભા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીની વિચારધારાથી જોડાયા હતા.

 

જ્યારે શનિવારે પરીવર્તન યાત્રા ડીસા શહેરમાં પહોંચતા આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ સહીત હોદ્દેદારો દ્વારા પરીવર્તન યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

 

પરીવર્તન યાત્રા ડીસા શહેરમાં રાજમાર્ગો ફરતાં પરીવર્તન યાત્રાનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું. આમ આદમી પાર્ટીની પરીવર્તન યાત્રામાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી, પ્રદેશ મહામંત્રી

 

સાગરભાઇ દેસાઇ, પ્રદેશ સંગઠન મંત્રી રમેશભાઇ નાભાણી અને જીલ્લા પ્રમુખ ડો. રમેશભાઇ પટેલ સહીત આમ આદમી પાર્ટીના હોદ્દેદારો પરીવર્તન યાત્રામાં જોડાયા હતા.

 

જ્યારે વિશાળ સંખ્યામાં વાહનોના કાફલા સાથે પરીવર્તન યાત્રા ડીસા શહેરમાં વિવિધ પોસ્ટરો અને બેનરો સાથે રાજ માર્ગો પર ફરી હતી.
જ્યારે પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી અને પ્રદેશ મહામંત્રી સાગરભાઇ દેસાઇ દ્વારા ભાજપ અને કોંગ્રેસને આડા હાથે લેતાં આકરા પ્રહારો કર્યા હતા.

 

ગુજરાતમાં 27 વર્ષથી ભાજપ સરકાર હોવા છતાં શિક્ષણ ખાડે ગયું છે. ખેડૂતો પાણી માટે મુશ્કેલી ભોગવી રહ્યા છે. બેરોજગાર રોજગારી માટે ભટકી રહ્યા છે.

 

આરોગ્ય સેવાઓ લોકો સુધી પહોંચાડવા સરકાર નિષ્ફળ સાબિત થઇ છે. ભારતનું ભવિષ્ય નાના બાળકોનું શિક્ષણના અભાવે બગડી રહ્યું છે.

 

ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા દરેક પ્રાઇવેટીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે લોકોને સુખાકારી સુરક્ષિત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે દિલ્હી અને પંજાબની જનતાને પરીવર્તન લાવ્યું તે
રીતે ગુજરાતમાં પણ 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને દૂર કરી પરીવર્તન લાવી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા જાહેર જનતાને અપિલ કરાઇ છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!