સમગ્ર રાજ્યમાં મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે મહિલાઓને પ્રોત્સાહિત કરવા સરકાર અનેક કાર્યક્રમો કરી રહી છે ત્યારે પાલનપુરમાં મહિલા સશક્તિકરણના દિવસે જ મહિલાઓએ મહિલા દિવસની ઉજવણીનો વિરોધ કર્યો છે.
સરકારનો એક ભાગ ગણાતી આરોગ્ય વિભાગની આશા વર્કર અને આશા ફેસિલિટેટરઓએ આજે પોતાની માંગણીઓ ન સંતોષાતી હોવાને મુદ્દે કલેકટરને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી.
આશા વર્કર અને આશા ફેસિલિટર 12 કલાક આરોગ્ય વિભાગમાં કામ કરે છે કોરોના કાળમાં લોકોના ઘરેથી સર્વે કરવાનો હોય અથવા રસીકરણની વાત હોય આશા વર્કરો અને આશા ફેસિલિટરએ પરિવાર અને પોતાના આરોગ્યને જોખમમાં મૂકીને કામ કર્યું છે પરંતુ સરકાર આશાવર્કરોનું શોષણ કરતી હોવાની વાતને લઈને આજે મહિલા દિવસે આશાવર્કરોએ વિરોધ નોંધાવ્યો હતો અને પોતાની માંગણીઓની રજૂઆત કરી હતી.
From – Banaskantha Update