વાવના બી.એસ.એફ. જવાને મોબાઇલ ટાવર ઉભુ કરવાની વાતોમાં આવી જઇ રૂ. 1,50,000 ભર્યાં : સાયબર ક્રાઇમ બ્રાન્ચે નાણાં પરત અપાવ્યા

- Advertisement -
Share

સરપંચોને એડવાન્સ રૂ. 3 લાખ, મહીને રૂ.25,000 ભાડું અને એક વ્યક્તિને રૂ. 18,000 પગાર આપવાની લાલચ આપતાં પત્રો પોસ્ટ થયા

 

બનાસકાંઠા જીલ્લાના અંતરીયાળ વિસ્તારના ગામોમાં મોબાઇલ ટાવર ઉભો કરવાની લાલચ આપી સાયબર ક્રાઇમ આચરતી ટોળકી સક્રીય થઇ છે.

જેમાં સરપંચોને મોબાઇલ ટાવર ઉભુ કરવાના પત્રો મળી રહ્યા છે. જેમાં રજીસ્ટ્રેશનના નામે રકમ ભરવાનું જણાવી તેની સામે મસમોટી રકમ, ટાવરનું ભાડું અને એક વ્યક્તિને પગારથી નોકરી રાખવાની લાલચ આપવામાં આવી રહી છે.
ત્યારે વાવના બી.એસ.એફ. જવાને પણ ભોળવાઇ જઇ રૂ. 1,50,000 ભરી દીધા હતા. જો કે, છેતરાયાનો અહેસાસ થતાં ફરિયાદ નોંધાવતાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે નાણાં પરત અપાવ્યા હતા. જો કે, લેભાગુ ટોળકીથી સાવચેત રહેવા પોલીસ દ્વારા તાકીદ કરાઇ છે.

 

આ અંગેની વિગત એવી છે કે, રાજ્યમાં સાયબર ક્રાઇમ આચરતી ટોળકી બનાસકાંઠાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા ગામડાઓના સરપંચોને છેતરપિંડીના નિશાન બનાવવાનું કારસ્તાન ઘડયું છે.

 

આ અંગે બનાસકાંઠા સાયબર ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, બેસ્ટન ઇન્ડીયા કંપનીના નામથી સરપંચને પત્રો મોકલવામાં આવી રહ્યા છે.

 

હિન્દી અને અંગ્રેજીમાં લખાણ સાથે પોસ્ટ થઇ રહેલા પત્રોમાં એવું જણાવ્યું છે કે, નક્કી કરેલા ગામોમાં ટાવર ઉભા કરવા માટે 100 ગજ જમીનની જરૂરીયાત છે અને છત માટે 50 ગજ જમીનની જરૂરીયાત છે.

 

નાણાંકીય વ્યવહાર કર્યા પછી 15 દિવસમાં કંપની એગ્રીમેન્ટ કરવા આવશે. જેના માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે એક કંપનીના એકાઉન્ટમાં રૂ. 3,100 જમા કરાવવાના રહેશે.

 

જો કે, આ પત્રોનો અભ્યાસ કર્યાં પછી તે ફ્રોડ હોવાનું બહાર આવ્યું છે. આવા પત્રો મળે તો કોઇ પણ નાણાંકીય વ્યવહાર ન કરવા માટે સલાહ આપવામાં આવે છે.
જો છેતરપિંડી થઇ ચૂકી હોય તો ઇમરજન્સી નંબર 1930 ઉપર તાત્કાલીક જાણ કરવા જણાવવામાં આવે છે.

 

સાયબર ક્રાઇમ આચરતી ટોળકીને ભોગ અગાઉ વાવના બી.એસ.એફ. જવાન બની ચૂક્યા છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘વર્ષ 2019-20 માં બી.એસ.એફ.ના જવાન ભોળવાઇ ગયા હતા અને રૂપિયા એક લાખ કરતાં વધુની રકમ ફ્રોડ કંપનીમાં ભરી દીધી હતી.
જો કે, પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું જાણવા મળતાં બનાસકાંઠા સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને વાવ પોલીસ દ્વારા તેમને આ રકમ પરત અપાવી હતી.

 

બનાસકાંઠા જીલ્લાના અંતરીયાળ વિસ્તારમાં સરપંચોને મોબાઇલ ટાવર ઉભુ કરવાના પત્રો મળી રહ્યા છે. જેમાં રજીસ્ટ્રેશનના નામે રકમ ભરવાનું જણાવી તેની સામે મસમોટી રકમ, ટાવરનું ભાડું અને એક વ્યક્તિને પગારથી નોકરી રાખવાની લાલચ આપવામાં આવી રહી છે.
જો કે, બનાસકાંઠા સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ પત્રનો અભ્યાસ કર્યા બાદ તે ફ્રોડ હોવાનું બહાર આવ્યું છે અને આવા પત્ર મળ્યેથી કોઇ નાણાંકીય વ્યવહાર ન કરવા સરપંચ અને અન્ય વ્યક્તિઓને સલાહ આપવામાં આવી છે.

 

કંપનીના નામે પોસ્ટ કરાયેલા પત્રોમાં જે સરપંચ પોતાના ગામમાં ટાવર માટે એગ્રીમેન્ટ કરવા તૈયાર થાય તેમને રૂ. 30,00,000 એડવાન્સ આપવામાં આવશે.
ટાવરના ભાડા પેટે મહીને રૂ. 25,000 ચૂકવવામાં આવશે. જ્યારે ટાવરની દેખભાળ માટે સરપંચના પરિવારના જે એક વ્યક્તિને મહીને રૂ. 18,000 ના પગારથી રાખવામાં આવશે તેવી લાલચ અપાય છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!