જિલ્લામાં ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ : દિવસભર ધૂળની ડમરીઓ, ગરમીમાં રાહત

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અચાનક વાતાવરણમાં પલટો સર્જાયો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થઈ જતાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.
છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો સર્જાયો છે અને વાદળછાયું વાતાવરણ રહેતા અસહ્ય ગરમીથી રાહત મળી છે તેમજ દિવસભર ધૂળની ડમરીઓ ઉડતા રાહદારીઓ પરેશાન થઇ ઊઠ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ ગરમી તેનો અસલી મિજાજ બતાવી રહી છે અને ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થઈ જતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા અગન ગોળા વરસાવતી ગરમીના કારણે જનજીવન પર અસર જોવા મળી હતી.
પરંતુ છેલ્લા ત્રણ દિવસથી બનાસકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો સર્જાયા હતા વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું અને દિવસભર ધૂળની ડમરીઓ ઉડતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો ભારે પરેશાન થયા હતા. છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો સર્જાતા તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો અને વાદળછાયું વાતાવરણ રહેતા અસહ્ય ગરમીથી રાહત મળી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!