પાલનપુરના સાગ્રોસણાની મહીલાઓ સહીત યુવાનો ચોમાસા પૂર્વે સીડ બોલ તૈયાર કરી જંગલમાં નાખશે

- Advertisement -
Share

શંકરભાઇ ચૌધરીના આહવાન બાદ ગામડાઓમાં સીડ બોલ બનાવી રહ્યા છે

 

બનાસકાંઠા જીલ્લામાં સૌથી મોટો પ્રશ્ન નહીવત વરસાદ અને ઉંડા જતાં ભૂગર્ભ જળ છે. જે વચ્ચે બનાસ ડેરીનું વૃક્ષારોપણ અભિયાન આગામી સમયમાં પાણીની તંગી અને સૂકા ભઠ્ઠ વિસ્તારને લીલોછમ

 

બનાવવા બનાસ ડેરીના ચેરમેન દ્વારા આહવાન કરવામાં આવતાં પાલનપુરના સાગ્રોસણા ગામની મહીલાઓ, યુવાનો અને સભાસદો દ્વારા સીડ બોલ તૈયાર કરી રહ્યા છે. જે ચોમાસુ શરૂ થતાં જંગલ વિસ્તારમાં નાખવા આવશે.

 

બનાસકાંઠા જીલ્લામાં ખેતી અને પશુપાલન માટે મુખ્ય સ્ત્રોત પાણી છે. પાણી વિના ખેતી અને પશુપાલન થઇ શકે તેવી કોઇ શક્યતા નથી.
ત્યારે એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા દર વર્ષે વૃક્ષારોપણ કરી લાખો વૃક્ષોનું વાવેતર કરે છે. જ્યારે ચેરમેન શંકરભાઇ ચૌધરીના અધ્યક્ષસ્થાને જૂદી-જૂદી ટીમો બનાવી ટીમોએ જેસોર પર્વતના
અલગ-અલગ વિસ્તારમાં જઇ સીડ બોલ મૂક્યા છે. જેને ફરીથી ચોમાસુ શરૂ થાય તે પૂર્વે શંકરભાઇ ચૌધરી દ્વારા આહવાન કરાયું છે.

 

જેને લઇ પાલનપુરના સાગ્રોસણા ગામના ડેરીના સભાસદો, મહીલાઓ અને યુવાનો દ્વારા સીડ બોલ તૈયાર કરી રહ્યા છે.
આ અંગે ગામના જયેશભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘જીલ્લામાં સૌથી મહત્વનો પ્રશ્ન પાણીનો છે. ત્યારે જીલ્લામાં વધુ વૃક્ષોનું વાવતેર કરીએ અને વધુ વરસાદ લાવીએ તે માટે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી દ્વારા આહવાન કરાયું હતું.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!