પાલનપુરમાં વાહનચાલકોની રાડ : RJની ગાડીઓ સામે કાર્યવાહી નહિ પરંતુ સ્થાનિકોને હેરાન કરાય છે, હપ્તાખોરીના આક્ષેપો

- Advertisement -
Share

પાલનપુર ડોક્ટર હાઉસ વિસ્તારમાં પોલીસ દ્વારા અડચણરૂપ વાહનો પાર્ક કરેલ હોય તેને લોક મારી કાર્યવાહી કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ રાજસ્થાનની પેસેન્જર ગાડીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં કરવામાં ન આવતા પાલનપુરના વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાલનપુર શહેરમાં ટ્રાફીક કરતા વાહનો સામે કાર્યવાહી કરવા સીટી ટ્રાફિકના ટીઆરબી જવાન સાથે ટોઇનના માણસોને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.
જે શહેરના મુખ્ય રસ્તામાં અડચણરૂપ વાહન પાર્ક કરેલું હોય તેને લોક મારી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાલનપુર ડોક્ટર હાઉસમાં પુલના નીચેની સાઈડમાં કેટલાંક વાહનચાલકો હોસ્પિટલમાં કામ અર્થે સાધનો લઈને આવતા હોય છે ત્યારે પાર્ક કર્યાની પાંચમી મિનિટે તે વાહનને ટોઇનના માણસો દ્વારા લોક મારવામાં આવે છે જયારે તે જ માર્ગમાં રાજસ્થાનની પેસેન્જર ગાડીઓ કલાકો સુધી પડી રહે તેમ છતાં કોઈ કાર્યવાહી નહિ.
જેને લઈ શુક્રવારે એક વાહનચાલક 10 મિનિટ હોસ્પિટલમાં જઈને પાછો આવે તેટલામાં વાહનને સીલ મારી દીધેલ. આ બાબતે તેને આક્ષેપ સાથે જણાવેલ કે, હું હોસ્પિટલમાં ગયો તેટલામાં મારા વાહનને લોક કરી દીધુ જયારે મારા પાછળ ઉભી રહેલી રાજસ્થાનની પેસેન્જરની ગાડીને કોઈ કાર્યવાહી નહીં. તેમજ ટોઇનના માણસો રાજસ્થાનની પેસેન્જર ગાડીના ચાલક પાસથી હપ્તા લેતા હોય તેવા ગંભીર આક્ષેપ કર્યા હતા.
આ બાબતે સીટી ટ્રાફિક પીએસઆઇ હસમુખ પરમારે જણાવ્યું હતું, અમે શહેરમાં ટ્રાફિક કરતા વાહનો જે અડચણરૂપ હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે ડોક્ટર હાઉસનું હું ચેક કરી કાર્યવાહી કરવા જણાવીશ.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!