ધાનેરા નેનાવા ચેકપોસ્ટ નજીક દારૂ ભરેલ ડમ્પર સાથે એક શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

જ્યારે પોલીસે રૂ. 20 લાખ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

 

ધાનેરા પોલીસે ધાનેરા તાલુકાની નેનાવા ચેકપોસ્ટ પરથી શનિવારે દારૂ ભરેલું ડમ્પર સાથે એક શખ્સની અટકાયત કરાઇ છે.
જ્યારે પોલીસે રૂ. 20 લાખ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે ધાનેરા પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ધાનેરામાં નવા આવેલા પી.આઇ. ડી.વી. ડોડીયા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના મુજબ ધાનેરા પોલીસ સ્ટાફ દ્વારા શનિવારે ધાનેરા તાલુકાની નેનાવા અને વાસણ ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ હાથ ધરાયું હતું.

 

નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલ એક ડમ્પરની તલાશી લેતાં તેમાંથી 2600 કરતાં વધુ દારૂની બોટલ મળી આવી હતી.
ત્યારે પોલીસે ડમ્પર, દારૂ અને એક શખ્સની અટકાયત કરી કાયદેસરના પગલાં ભર્યા હતા. રૂ. 12.68 લાખ કરતાં વધુનો દારૂ, રૂ. 8,00,000 ની ગાડી કુલ મળી રૂ. 20 લાખ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ધાનેરા પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!