થરાદ-ડીસા હાઇવે પર ફિલ્મી ઢબે બંદુક બતાવી વડોદરાના વેપારીને 4 શખ્સોએ લૂટ્યો

- Advertisement -
Share

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં થરાદ પાસે આજે એક સ્ટીલ ફર્નિચરનો વેપારી લૂંટાયો હોવાની ઘટના સામે આવી છે. વેપારી અને તેનો મિત્ર સાથે કારમાં જઈ રહ્યો હતો તે સમયે 4 શખ્સો એ તેમની ગાડી આંતરી બંદૂકની અણીએ ધાક-ધમકી આપી તેમની કાર, મોબાઈલ અને રોકડ રકમની લૂંટ કરી ગયા હોવાની ફરિયાદ થરાદ પોલીસ મથકે નોંધાઇ છે.

 

 

પ્રતીકાત્મક તસ્વીર

 

 

થરાદ ડીસા હાઈવે પર કારમાં જઈ રહેલા વેપારી અને તેના મિત્ર સાથે લૂંટની ઘટના બની હોવાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં રાજસ્થાનના સાંચોર તાલુકાના અચલપુર ખાતે રહેતા દાનારામ ચૌધરી વડોદરા ખાતે સ્ટીલ ફર્નિચરનો શોરૂમ ધરાવે છે. જેઓ મોડી સાંજે તેમના વતનથી વડોદરા તરફ જવા નીકળ્યા હતા અને રસ્તામાં થરાદના ભડવેલ ગામેથી તેમના એક મિત્ર નિલાભાઈ પટેલ પણ અમદાવાદ જવાનું જોઈ તેમની સાથે જોડાયા હતા.

 

 

 

 

આ બંને મિત્રો થરાદથી વડોદરા તરફ રવાના થયા તે દરમિયાન હાઇવે પર એક સફેદ ડસ્ટર કાર ચાલકે તેમની ગાડીને આંતરીને ઉભી રખાવી અને કાર ચાલક દાનાભાઇ કંઈક સમજે એ પહેલાં જ ડસ્ટર ગાડીમાંથી ઉતરેલા 4 શખ્સો એ તેમની બંદૂક બતાવી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી અને બંનેને પાછળની સીટમાં બેસાડી ઘેનની ગોળીઓ ખવડાવી હતી તેમજ બંનેને અર્ધબેભાન અવસ્થામાં ગાડીમાંથી ઉતારી દઇ પાસેથી કાર, બે મોબાઈલ અમે 5 હજાર રોકડની લૂંટ આચારી ચારેય શખ્સો ફરાર થઈ ગયા હતા.

 

 

પ્રતીકાત્મક તસ્વીર

 

 

ઘટનાની જાણ થતા જ દાનારામ ચૌધરીના સગા સંબંધીઓ તેમજ થરાદ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૂર્છિત અવસ્થામાં બંને વેપારીઓને સારવાર અર્થે ખસેડી હતા. લૂંટ કરી ફરાર થનાર ચારેય અજાણ્યા સામે ગુન્હો નોંધી થરાદ પોલીસે લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!