વન રક્ષકની પરીક્ષામાં પેપર લીક થયા મુદ્દે ડીસામાં સ્થાનિક નાયબ કલેક્ટરને વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

 

બનાસકાંઠા જીલ્લામાં તાજેતરમાં વન રક્ષકની પરીક્ષામાં પેપર લીક થયા મુદ્દે ગુરૂવારે વિદ્યાર્થીઓએ સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને કસૂરવાર સામે કડક પગલાં લેવાની માંગ કરાઇ હતી.

 

 

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેના પગલે વિદ્યાર્થીઓમાં આક્રોશ ભભૂક્યો છે.

 

 

તાજેતરમાં ગુજરાતમાં લેવાયેલી વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટના બનતાં વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર પેપર લીક થવાના લીધે વિદ્યાર્થીઓના ભાવી અંધકારમાં મૂકાઇ રહ્યા છે.

 

 

ત્યારે ગુરૂવારે ડીસામાં વિદ્યાર્થીઓ દ્વારા સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે, ‘વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કસૂરવારો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે. ડીસામાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઇ રહેલી છેતરપિંડીને પગલે વિદ્યાર્થીઓમાં આક્રોશ ભભૂક્યો છે.’

 

જ્યારે આવેદનપત્ર પાઠવવા આવેલા વિદ્યાર્થીઓએ ચિમકી આપતાં જણાવ્યું હતું કે, ‘વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આ રીતે જ છેતરપિંડી ચાલુ રહેશે તો વિદ્યાર્થીઓએ આગામી સમયમાં મહાત્મા ગાંધીના દેશમાં ભગતસિંહ બનીને જલદ કાર્યક્રમો આપતાં પણ અચકાશે નહીં.’

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!