ડીસામાં જુગાર રમતાં 3 શખ્સો ઝડપાયા

- Advertisement -
Share

ડીસા ઉત્તર પોલીસે તેમની પાસેથી રૂ. 4,420 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

ડીસાના રીજમેન્ટ વિસ્તારમાં કેટલાંક શખ્સો જાહેરમાં જુગાર રમતાં હોવાની બાબતે ડીસા ઉત્તર પોલીસે સોમવારે રેડ કરતાં 3 શખ્સો જાહેરમાં ગજીપાના ઉપર હાર-જીતનો જુગાર રમતાં ઝડપાયા હતા. જેથી પોલીસે તેમની સામે જુગારાધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા ઉત્તર પોલીસની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમી મળેલ કે, રીજમેન્ટમાં જોગણી માતાજીના મંદિર નજીક કેટલાંક શખ્સો જાહેરમાં જુગાર રમે છે.
જેથી પોલીસે સોમવારે તપાસ કરતાં 3 શખ્સો જાહેરમાં ગંજીપાના ઉપર હાર-જીતનો જુગાર રમતાં ઝડપી પાડયા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. 4,420 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ડીસા ઉત્તર પોલીસે 3 શખ્સો સામે જુગારધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

ઝડપાયેલા શખ્સોના નામ
(1) જીતુ ગોપાલભાઇ બારોટ
(2) કીર્તિ રમેશભાઇ માજીરાણા
(3) પપુજી રૂપાજી ઠાકોર (તમામ રહે. રીજમેન્ટ, ડીસા)

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!