યુનિવર્સિટીની યોગ સ્પર્ધામાં ડીસા કોલેજના ભાઇઓએ સિલ્વર અને બહેનોએ બ્રોન્ઝ મેડલ મેળવી ગૌરવ વધાર્યું

Share

 

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રમત-ગમત ક્ષેત્રે ડીસા કોલેજના ખેલાડીઓ સખત પરિશ્રમ કરી અનેક રમતમાં ચેમ્પિયનશિપ અને મેડલો મેળવતાં હોય છે.

 

 

આ વર્ષે પણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ યોગ ભાઇઓ-બહેનોની સ્પર્ધા રાજેન્દ્રનગરમાં યોજાઇ હતી.

 

 

જેમાં ડીસા કોલેજના પ્રોફેસર ડૉ. આર.ડી. ચૌધરીના માર્ગદર્શનથી કોલેજના ભાઇઓ અને બહેનોએ ષટકર્મો તેમજ આસનોમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું.ડીસા કોલેજનો ખેલાડી મહેશ સોલંકી નેશનલ યોગ ટીમમાં પસંદગી થતાં કીટ યુનિવર્સિટી ભુવનેશ્વર ઓરીસ્સામાં રમવા જશે.

 

 

યુનિવર્સિટી નેશનલ યોગ પ્લેયર રાજા દેસાઇ અને પ્રોફેસર અવિનાશ ચૌધરીએ પણ ટીમને ખૂબ જ સહકાર આપ્યો હતો. જયારે મેડાલીસ્ટ ભાઇઓ-બહેનો, કોચના સંસ્થાના નિયામક સી.એસ. પટેલ, પ્રિન્સીપાલ આર.ડી. દેસાઇ અને ટ્રસ્ટી મંડળે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

 

 

 

 

From-Banaskantha update

 

 

 


Share