ડીસામાં હીન્દુ યુવા સંગઠન દ્વારા એક વિધવા અપંગ વૃદ્વાનું ઘર બનાવી માનવતાનું ઉદાહરણ પૂરુ પાડયું

- Advertisement -
Share

વિધવા સહાયમાં રૂ. 1,250 આવે છે અને ભણશાલી ટ્રસ્ટમાંથી રૂ. 2,000 આવે એમાં ઘરનું ગુજરાન ચલાવે છે

 

આ અંગે સંગઠનના પ્રમુખ નીતિનભાઇ સોનીએ જણાવ્યું હતું કે, ‘અમને 15 દિવસ પહેલાં ભણશાલી હોસ્પિટલના મેનેજર રમેશભાઇ દરજીએ જણાવ્યું હતું કે, એક વૃદ્વા છે એમનું ઘર પડી ગયું છે તો બને તો એમને મદદ કરો.’

 

અમે એજ દિવસે વૃદ્વાના ઘરે જઇને રૂબરૂ જોયું તો મકાનની દીવાલ આખી પડવાની તૈયારી હતી અને નળીયા પણ ફૂટેલા હતા.

 

વૃદ્વાને પૂછ્યું તો જાણવા મળ્યું કે, એમનું નામ નર્મદાબેન નાથુભાઇ માજીરાણા છે એમનું કહેવું હતું કે, ‘આટલું ઘર કરી આપો બસ એજ માંગીએ છીએ વરસાદ છે તો ઘરમાં પાણી પડે છે. મારાથી ચલાતું નથી.
એકલી છું ઘણાને કહ્યું પણ કઇ જવાબ આપતાં નથી.વૃદ્વા વિધવા છે 2 પગે અપંગ છે. એટલે ચાલી નથી શકતાં પોતે ઘસડાઇ આમ તેમ જાય છે. એમને 2 મોટી દીકરીઓ છે. જેમના લગ્ન થઇ ગયા છે અને સાસરે છે.
એમની હાલત પણ નથી કે, વૃદ્વાને કોઇ રૂપે મદદ કરી શકે. વૃદ્વાને એક દીકરો છે. જે ધો. 6 માં અભ્યાસ કરે છે એને પણ પાલનપુર નજીક મેરવડા લોકનિકેતન કોઇક સેવાભાવી ભણાવે છે.

 

એમને વિધવા સહાયમાં રૂ. 1,250 આવે છે અને ભણશાલી ટ્રસ્ટમાંથી રૂ. 2,000 આવે એમાં ઘરનું ગુજરાન ચલાવે છે.
અમે બીજા દિવસથી કામ ચાલુ કરાવીને ઘર બનાવી આપ્યું એમાં ચણતર, પ્લાસ્ટર, કલર અને લાઇટ વગેરે કામ કરીને ઘરમાં પૂજા કરાવીને એમનું કામ પૂર્ણ કરી આપ્યું હતું.

 

આ કાર્યમાં નીતિનભાઇ સોની, દીપકભાઇ કચ્છવા, જયદીપભાઇ ચોખાવાલા, ભરતભાઇ સોની, ઘનશ્યામભાઇ સોની અને પ્રવિણભાઇ સોનીના સહયોગથી કામ પુરુ કરી આપ્યું છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!