દાંતીવાડા ડેમમાં ગરમીના કારણે 2 માસમાં 20.60 કરોડ લીટર પાણી બાષ્પીભવન થઇ ગયું

- Advertisement -
Share

પાલનપુરના રહીશોના રોજનો એક કરોડ લીટર પાણીનો વપરાશ જોતાં આટલું પાણી 21 દિવસ ચાલતું

 

આકાશમાંથી વરસતા અગનગોળા ડેમ અને તળાવોમાં રહેલા પાણીને સુકવી રહ્યા છે અને પાણીનો ઉપયોગ થયા વિના જ પાણી ઉડી રહ્યું છે.
પાલનપુર સિંચાઇ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘ગરમીના લીધે રોજનું 35 લાખ લીટર પાણી એકલા દાંતીવાડા ડેમમાંથી બાષ્પીભવન થઇ રહ્યું છે. જેના પગલે માત્ર 2 માસમાં 20 કરોડ 60 લાખ લીટર પાણી બાષ્પીભવન થઇ ગયું છે.’

 

ડેમમાંથી પાણી બાષ્પીભવન થવાની સાથે સાથે કિનારા વિસ્તારનું પાણી જમીનમાં શોષાય છે. આ ઉપરાંત બાષ્પીભવન માટે કેટલાંક મહત્વના કારણો જવાબદાર છે.
જેમ કે, સપાટીનો એરિયલ વિસ્તાર, પ્રવાહીની ઘનતા અને ઘટતા, વાતાવરણનું ઉષ્ણતામાન, ભેજનું પ્રમાણ અને સંગ્રહ તેમજ હવાની ગતિ પર બાષ્પીભવનની પ્રક્રિયાનો દારોમદાર રહેલો છે.

 

બીજી તરફ પાલનપુર નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘પાલનપુર શહેરમાં રોજ એક કરોડ લીટર પાણીનો વપરાશ થાય છે.
ત્યારે સમજી શકાય છે કે, દાંતીવાડા ડેમમાંથી બાષ્પીભવન થયેલું પાણી પાલનપુર શહેરના લોકોને 21 દિવસ ચાલતું.

 

જો કે, પાલનપુર શહેરને ધરોઇ ડેમમાંથી પાઇપલાઇન દ્વારા રોજ અંદાજીત 10 એમ.એલ.ડી. પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.’

 

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!