ડીસાની પિંકસીટી સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકો પરેશાન

- Advertisement -
Share

ડીસા શહેરમાં વરસાદ થતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિક લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. ત્યારે ડીસા પિંકસીટી સોસાયટીમાં આવેલ ભાગ 4માં રસ્તામાં વરસાદી પાણી ભરાતા લોકો જાતે આગળ આવ્યા છે અને સ્વખર્ચે માટી નાખી ખાડા પુરાણ કરવા આવ્યું હતું.

[google_ad]

ડીસા નગરપાલિકા ભાજપ સાશીત નગરપાલિકા છે. ડીસા ખાતે આવેલ પિંકસીટી ભાગ-4માં રસ્તો ના બનવાથી ચોમાસામાં ભારે મુશ્કેલી પડી રહી છે. જ્યારે ચોમાસું થાય ત્યારે આ રસ્તા પર વરસાદી પાણી ભરવાના કારણે સ્થાનિક લોકોને અવર જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે.

[google_ad]

ત્યારે સ્થાનિક લોકોએ નગરપાલિકામાં અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી પિંક સીટીમાં રસ્તાનું કામ ન થતાં સ્થાનિક લોકો આગળ આવ્યા છે અને પોતે સ્વખર્ચે માટી મંગાવી રસ્તામાં પડેલા ખાડાને પૂરવામાં આવી રહ્યા છે જેથી વરસાદનું પાણી ભરાય ના અને ખાડા ન થાય અને લોકોને મુશ્કેલી ન પડે.

[google_ad]

આજે જાતે જ સ્થાનિક લોકો હાથમાં પાવડા લઈ રસ્તાનું પુરાણ કર્યું હતું અને લોકોએ જણાવ્યું હતું કે, તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા પિંકસીટી ભાગ-4 માં રસ્તો બનાવી આપે નહિતર આગામી સમયમાં સ્થાનિક લોકો દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!