બનાસકાંઠામાં ભારતીય કિસાન સંઘે ખેડૂતોના 94 હજાર થ્રી ફેઇઝ વીજ મીટર હટાવવા ફોર્મનું વિતરણ કર્યું

- Advertisement -
Share

 

બનાસકાંઠામાં 94,000 જેટલાં ખેડૂતોના ખેતરો ઉપર થ્રી ફેઇઝ મીટર લગાવવામાં આવ્યા છે. જે કાયમી ધોરણે નાબૂદ કરવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા મહા ઝૂંબેશ હાથ ધરાઇ છે.

 

જે અંતર્ગત મીટર હટાવવા માટે ખેડૂતો દ્વારા ભરાયેલા તમામ ફોર્મ ઉર્જા મંત્રી સહીતને મોકલવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે.

 

વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરોમાં થ્રી ફેઇઝ મીટર લગાવવામાં આવ્યા છે. જેથી ખેડૂતોને પડતાં પર પાટુ જેવો ઘાટ સર્જાય છે.

 

ભારતીય કિસાન સંઘ દ્વારા ગુજરાતભરમાં ખેડૂતોના ખેતરો ઉપર લગાવવામાં આવેલા થ્રી ફેઇઝ મીટર પ્રથાના કાયમી માટે નિકાલ કરવા મહા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. બનાસકાંઠામાં 94,000 જેટલાં વીજ મીટરો લગાવવામાં આવ્યા છે.

 

જેથી મીટર હટાવવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા જીલ્લાભરમાં ખેડૂતોને ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યા છે. ભારતીય કિસાન સંઘ ડીસા તાલુકાની કારોબારી બેઠક ડીસાના સોમનાથ કોલ્ડ સ્ટોરેજમાં કિસાન સંઘના પ્રદેશ હોદ્દેદાર

 

હીરાજી માળી અને ડીસા તાલુકા પ્રમુખ મોહનલાલ બી. સોલંકી સહીત ખેડૂત આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. જેમાં વીજ મીટર હટાવવા માટે ફોર્મનું વિતરણ કરાયું હતું.

 

આ અંગે ભારતીય કિસાન સંઘના ડીસા તાલુકા પ્રમુખ મોહનલાલ બી. સોલંકીએ જણાવ્યું હતું કે, ‘ડીસા સહીત બનાસકાંઠામાં 94,000 ખેડૂતોના ખેતરો ઉપર લગાવવામાં આવેલ થ્રી ફેઇઝ મીટર હટાવવા ખેડૂતોને ફોર્મ વિતરણ

 

કરવામાં આવ્યા છે. જ્યારે આગામી તા. 15 માર્ચ પછી ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇ સહીતને ફોર્મ મોકલવા માટે મહા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.’

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!