પાટણના વેપારી સાથે છેતરપિંડી આચરનાર ડીસાના 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

- Advertisement -
Share

એન.પી. ઇન્ડસ્ટ્રીઝ ડીસાના ભાગીદારોએ તેમની પાસેથી વર્ષ-2019/20 અને વર્ષ-2021/22 દરમિયાન માલ મંગાવેલ તે પેટે જયેશભાઇ મોદીને રૂ. 1,84,10,548 બાકી લેવાના નીકળતા હતા

 

ડીસાના જી.આઇ.ડી.સી.માં તેલ મીલ ધરાવતા શખ્સોએ પાટણમાં રહેતાં વેપારી સાથે અવાર-નવાર ખાદ્યતેલની ખરીદી સહીતનો વેપાર કરતા હતા.
જો કે, ડીસાના શખ્સોએ પાટણના વેપારી સાથે એક કરોડ ઉપરાંતની છેતરપિંડી આચરતાં ચકચાર મચી ગઇ છે. આ અંગે પાટણના વેપારીએ ડીસાના 4 શખ્સો સામે પાટણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, પાટણમાં રહેતાં જયેશકુમાર કીર્તિલાલ મોદી પાટણમાં સદારામ એસ્ટેટમાં સૌરાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી ધરાવે છે.

 

તેઓ વર્ષ-2017 થી જી.આઇ.ડી.સી. માં આવેલા એન.પી. ઇન્ડસ્ટ્રીઝ નામની ભાગીદારી પેઢી સાથે તેલના ખરીદ-વેચાણનો ધંધો કરતા હતા. બંને એકબીજા પાસે માલ મંગાવતા અને નાણાંકીય લેવડ-દેવડ કરતા હતા.

 

જો કે, એન.પી. ઇન્ડસ્ટ્રીઝ ડીસાના ભાગીદારોએ તેમની પાસેથી વર્ષ-2019/20 અને વર્ષ-2021/22 દરમિયાન માલ મંગાવેલ તે પેટે જયેશભાઇ મોદીને રૂ. 1,84,10,548 બાકી લેવાના નીકળતા હતા.

 

જેથી જયેશભાઇએ આ રૂપિયા જરૂર હોય પરત માંગતાં તેઓ અવાર-નવાર બહાના બતાવતા હતા અને તેમ છતાં જયેશભાઇ વારંવાર ઉઘરાણી કરતાં આ શખ્સોએ જયેશભાઇને કહેલ કે, બધો હીસાબ થઇ ગયો છે.

 

અમારે તમને એક ફૂટી કોડી આપવાની નથી. જેથી જયેશભાઇ કાયદેસર કાગળ કરવા માટે હીસાબ તપાસતાં ફોર્મ નં. 2-એ અને 2-બી માં જયેશભાઇના નામે રૂ. 10,00,000 ઉપરાંત જી.એસ.ટી. ક્રેડીટ આવતી
હોઇ આ બાબતે ઉંડી તપાસ કરતાં આ આરોપીઓએ તેમના નામે તા. 09/02/2022 થી તા. 17/02/2022 સુધીમાં પેઢીના નામે જી.એસ.ટી. વાળા ઇ-બીલ માલ મોકલ્યા સિવાય ખોટા બીલ બનાવી અપલોડ કરી મળી આવ્યા હતા.
જેથી જયેશભાઇને આપવાની થતી એક કરોડ ઉપરાંતની રકમ ન ચૂકવવી પડે તે માટે છેતરપિંડી આચરી હતી. જેથી આ બાબતે જયેશભાઇ મોદીએ પાટણ પોલીસ મથકે અશોક રસીકભાઇ કાનુડાવાળા (રહે. ચંદ્રલોક સોસાયટી, ડીસા), ભરત કેશવલાલ કાનુડાવાળા (રહે. યોગેશ્વર પાર્ક, ડીસા), પિંકેશ અશોકકુમાર
કાનુડાવાળા (રહે. ચંદ્રલોક સોસાયટી, ડીસા) અને નિલેષ ભરતભાઇ કાનુડાવાળા (રહે. યોગેશ્વર પાર્ક, ડીસા) વાળા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આ ચારેય શખ્સો સામે કલમ-406,420,465,467 અને 468 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!