બનાસકાંઠા તીડના આતંક મુદ્દે સરકાર મેદાનમાં પાક બચાવવા રાજસ્થાનથી મંગાવાયા મશીનો

- Advertisement -
Share

બનાસકાંઠામાં તીડની સમસ્યાને પહોંચી વળવા તંત્ર હરકતામાં આવ્યું છે. સરકાર દ્વારા અનેક પગલા ભરવામાં આવી રહ્યાં છે. ત્યારે જાણો સરકારનાં આ પગલા કેટલા અસરકારક રહેશે

કેન્દ્ર સરકાર કૃષિ મંત્રાલય ના જોઈન્ટ ડાયરેક્ટર જે પી સિંહ સહિત ની ટિમો ઘટના સ્થળે.ફાલકન મશીન દ્વારા આજે દવાનો છંટકાવ કરશે..એક એકર માં સ્પ્રે કરવા 8 મિનિટ લાગશે.તીડ કંટ્રોલ ના નિયામક ખેતી નિયામક DDO સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિ

 

હજારો હેકટરનાં પાક તીડે સફાચટ્ટ કર્યો 

બનાસકાંઠામાં તીડને લઈ તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.  કેન્દ્રની 12 ટીમ અહી કામે લગાડવામાં આવી છે. બીજી તરફ દવાનાં છંટકાવ માટે થરાદનાં રડકા, નારોલી અને અંતરોલ ગામે ટીમ કાર્યરત છે.  જ્યારે રાજ્ય સરકારની 25 ટીમ પણ  એક્ટિવ થઈ છે. આ સાથે સાથે ગ્રામજનો પણ ટ્રેક્ટર પર પંપથી દવાનો છંટકાવ કરી રહ્યાં છે. હજારો હેક્ટરમાં તીડ પાકનો સફાયો કર્યો છે.

તીડ નિયંત્ર માટે દવા છાંટવાના મશીનો રાજસ્થાનથી મંગાવ્યા

તીડનાં આતંકથી ખેડૂતો લાચાર બન્યા છે. એક તરફ તંત્ર દ્વારા દવાનાં છંટકાવ માટે સ્પ્રે પંપવાળા ટ્રેક્ટરો બોલાવવામાં આવ્યાં છે. તેમજ રાજસ્થાનથી તીડ નિયંત્ર માટે દવા છાંટવાના મશીનો મંગાવ્યા છે.

ગુલાબસિંહે ખેડૂતોને વળતર આપવાની રજુઆત કરતો પત્ર લખ્યો

બનાસકાંઠાનાં થરાદનાં ધારાસભ્યએ CM વિજય રૂપાણીને પત્ર લખ્યો. ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે પત્રમાં તીડ નુકસાની અંગે વળતર આપવાની રજૂઆત કરી છે. જેમાં તેમણે ખેડૂતોને નુકસાની પેટે 1 લાખનું વળતર ચુકવવા કરી રજૂઆત કરી ચએ. તેમજ ખેત મજૂરોને યોગ્ય વળતર આપવા કરી અપીલ પણ કરવામાં આવી છે.

તીડને ઓળખો તેને કઈ ભાષા શું કહેવાય છે 

તીડની લગભગ 12 જેટલી પ્રજાતિઓ છે. તીડને ટૂંકા શિંગડા હોય છે. તીડનું જીવનકાળ 3થી 5 મહિના સુધીનું હોય છે. તીડનાં જીવનચક્રનાં ત્રણ તબક્કા હોય છે. તીડનું અંગ્રેજી નામ શોર્ટ હોર્નએડ ગ્રાસ હોપર છે. લેટિનમાં સિસ્ટૉસેરકા ગ્રેગરિયા કહેવાય છે. વિશ્વનાં 30 જેટલાં દેશમાં તીડ ઈંડા મુકતા હોય છે. અફ્રિકાનાં સૂકા રણમાં પણ તીડ જોવા મળતા હોય છે. તીડનું એક ઝુંડ 30 લાખ ચોરસ મીટરનાં વિસ્તારને આવરે છે. ઈટાલીમાં તીડ માટે નિયંત્રણ તેમજ અભ્યાસ માટેનું વિશ્વ કેન્દ્ર ચાલે છે.

એક માદા 80થી 200 સુધી ઈંડા મુકે છે

તીડ જમીનમાં નીચે 16 થી 20 સે.મી. સુધી ઈંડા મુકે છે. એક માદા તીડ 80થી 200 સુધી ઈંડા મુકતી હોય છે. જન્મ લેતા શિશુ તીડને હોપર્સ કહેવામાં આવે છે. જન્મ લેતા શિશુ તીડની પાંખો હોતી નથી. તીડને પુખ્ત થવા માટે લીલોતરીની જરૂર હોય છે. તીડનાં ઝુંડનો વ્યાસ એકથી 100 કિલોમીટર સુધીનો હોય છે. એક ઝુંડમાં 40થી લઈને 80 લાખ તીડ નિકળતા હોય છે. વાદળમાં પસાર થતા તીડના ઝુંડમાં સૂર્યનો પ્રતાર પણ ઓછો પડી જાય છે. તીડ એક સમય પોતાના વજન જેટલુ ખાય છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!