ડીસાના કાંટ રોડ પર બોલેરો ગાડી અને હોન્ડા સીટી ગાડી વચ્ચે સર્જાયો અકસ્માત, ત્રણ ઈજાગ્રસ્ત

- Advertisement -
Share

ડીસાના કાંટ રોડ પર આવેલ ગાયત્રી કોલ્ડ સ્ટોરેજની સામે બોલેરો ગાડી અને હોન્ડા સિટી કાર સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં હોન્ડા સીટી કારમાં સવાર ત્રણ લોકોને બીજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જે બાદ આજ રોજ બોલેરો ગાડીના ચાલક વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

 

બનાસકાંઠા જિલ્લામાં રોજબરોજ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ત્યારે ડીસા ખાતે પણ એક અકસ્માતની ઘટના સામે આવી. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ડીસા ખાતે આવેલ એમ.કે પાર્ક સોસાયટી ખાતે રહેતા અમરતભાઈ જગદીશભાઈ પઢિયાર તા.17/01/2022ના રોજ તેમની બે દીકરીઓ તેમજ તેમના કાકાનો દીકરો ભાર્ગવ નટવરભાઈ પઢિયાર તેમની હોન્ડા સિટી કાર નંબર DL-4C-AN-2582ની લઈ ઇકબાલ ગઢ ખાતે લગ્નની ખરીદી કરવા ગયેલ.

 

લગ્નની ખરીદી કરી પરત આવતા સાંજે 7:30 વાગ્યા આસપાસ ડીસા કાંટ રોડ પર આવેલ ગાયત્રી કોલ્ડ સ્ટોરેજ સામે પૂર ઝડપે સામેથી આવી રહેલ બોલેરો ગાડી નંબર GJ-02-ZZ-2010ના ચાલકે ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરી સામેથી આવી રહેલ હોન્ડા સિટી કારને સામેથી જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

 

અકસ્માતમાં હોન્ડા સીટી કારમાં સવાર અમરતભાઈ જગદીશભાઈ પઢીયાર તેમજ તેમની દીકરી યાચના અને તેમના કાકાનો દીકરો ભાર્ગવભાઈ નટવરભાઈ પઢીયારને ઈજા થતાં સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ અમરતભાઈ જગદીશભાઈ પઢિયારે આજ રોજ ડીસા તાલુકા પોલીસ મથકે બોલેરો ગાડી નંબર GJ-02-ZZ-2010ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!