ડીસામાં ઘેટા-બકરા-બકરી ભરેલું જીપડાલું ઝડપાયું

- Advertisement -
Share

યુવતીને ટક્કર મારી જીપડાલું રોડ નીચે ફંગોળાતાં સ્થાનિક લોકોએ ઝડપી પાડયું

 

ડીસા-પાટણ હાઇવે રોડ પર આવેલ ખરડોસણ નજીક સોમવારે એક પીકઅપ જીપડાલા નં. GJ-15-UU-6531 ચાલકે રોડ પરથી પસાર થયેલ યુવતીને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.
જેમાં અકસ્માત સર્જનાર જીપડાલા ચાલક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા જીપડાલું રોડથી નીચે ફંગોળાયું હતું. અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.
અને તાત્કાલીક યુવતીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી.જ્યારે અકસ્માત સર્જનાર પીકઅપ જીપડાલાના ચાલકને ઝડપી પાડી જીપડાલામાં તપાસ કરતાં ઘેટા-બકરા-બકરી નંગ-22 ભરેલા હોવાનું સામે આવ્યું હતું.
જે બાદ તાત્કાલીક ડીસા તાલુકા પોલીસને જાણ કરતાં ડીસા તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પીકઅપ જીપડાલામાં ભરેલાં ઘેટા-બકરા-બકરી કતલખાને લઇ જવાનું સામે આવ્યું હતું.
જે બાદ ડીસા તાલુકા પોલીસે ઘેટા-બકરા-બકરી ભરેલ પીકઅપ જીપડાલાને ડીસાના કાંટ પાંજરાપોળમાં ખસેડાયો હતો અને ઘેટા-બકરા-બકરીને તબિયત સારવાર આપી તેમને માટે ખોરાક પાણીની વ્યવસ્થા કરાઇ હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસે પીકઅપ જીપડાલા ચાલકની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!