ડીસામાં હીન્દુ યુવા સંગઠને 2 માસની દીકરીના મૃતદેહને 600 કિલોમીટર દૂર કોડીનારમાં વિનામૂલ્યે મોકલી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડયું

- Advertisement -
Share

 

ડીસામાં પોતાના પિયરમાં કાકાને ત્યાં મળવા આવેલા કોડીનારના પરિવારની 2 માસની દીકરી અચાનક બીમાર થઇ હતી. તેણીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

 

 

આઘાતજનક ઘટના વચ્ચે દીકરીના મૃતદેહને 600 કિલોમીટર દૂર તે પણ વિનામૂલ્યે પહોંચાડી ડીસાના હીન્દુ યુવા સંગઠને માનવતા નિભાવી હતી.

 

 

આ અંગે હીન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઇ સોનીએ જણાવ્યું હતું કે, ‘કોડીનારમાં રહેતાં કાજલબેન નીતેશભાઇ સુથાર તેમના પતિ અને 2 માસની દીકરીને લઇ 4 દિવસ અગાઉ ઘણા વર્ષો પછી ડીસાના ભોપાનગર વિસ્તારમાં પોતાના કાકાને ત્યાં મળવા માટે આવ્યા હતા.

 

જો કે, રવિવારે રાત્રે બાળકીની તબિયત બગડતાં ડીસાની હોસ્પિટલમાં લઇ જવાઇ હતી જ્યાં તેનું મોત નિપજ્યું હતું. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી દીકરીના મૃતદેહને કોડીનાર લઇ જવા માટે અવઢવમાં મૂકાઇ ગયા હતા.

 

ખાનગી વાહનનું ભાડું વધારે થતું હોય પરિવાર મૂંઝાઇ ગયો હતો. આવી સ્થિતિમાં નીતિનભાઇએ પરિવારને કહ્યું કે, જો ડીસામાં અંતિમ ક્રિયા કરવી હોય તો અહી કરાવી દઇએ ખર્ચ અમે કરીશું.

 

પણ દંપતીએ વતન જ જવું પડશે એમ કહેતાં સંગઠનના સેવાભાવી પ્રવિણભાઇ પરમારને ફોન કરી હકીકત જણાવીને તાત્કાલીક બોલાવ્યા હતા.

 

પ્રવિણભાઇ પરમારની ગાડીમાં મૃતક બાળકી અને એના માતા-પિતાને વતન કોડીનાર મોકલ્યા હતા. આ સેવાકીય કાર્યમાં દીપકભાઇ કચ્છવા અને જયદીપભાઇ ચોખાવાલાએ પણ સહયોગ આપ્યો હતો.’

 

ડીસામાં વર્ષો પછી કાકાને મળવા આવેલી દીકરીની 2 માસની પુત્રીનું નિધન થયું હોવાની વાત સેવાભાવી નરેશભાઇએ હીન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઇ સોનીને કરી હતી. નીતિનભાઇએ સંગઠનના પ્રવિણભાઇની ગાડીમાં વિનામૂલ્યે મૃતદેહ લઇ જવાની વ્યવસ્થા કરી હતી.

 

સોમવારે સવારે 11:00 વાગ્યે પ્રવિણભાઇ ગાડી લઇને નીકળેલા જેઓ રાત્રે 11:00 વાગ્યા કોડીનાર પહોંચ્યા હતા અને મૃતક બાળકી અને તેના માતા-પિતાને ઘરે ઉતારી મંગળવારે સવારે તેઓ પરત ડીસા આવ્યા હતા. માનવતા હજી મરી પરવારી નથી. જ્યાં સુધી આવા સેવાભાવીઓ જીવે છે આવા દુઃખીયારાઓની મદદ થશે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!