ડીસામાં છાત્રાઓને રસ્તામાં 181 અભયમ મહીલા હેલ્પ લાઇન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

- Advertisement -
Share

 

બનાસકાંઠા 181 અભયમ મહીલા હેલ્પ લાઇન અને સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડીસાની સંત અન્ના શાળામાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

 

 

જેમાં 181 અભયમના કાઉન્સલેર જીનલબેન પરમારે વર્તમાન સમયે અભ્યાસ કરતી છાત્રાઓની રસ્તામાં થતી છેડતી અને મોબાઇલ ફોન ઉપર બિભત્સ મેસેજ કરી કરવામાં આવતી પજવણી સહીત શારિરીક-માનસિક ત્રાસના કેસમાં 181 દ્વારા ત્વરીત મદદ મેળવી શકાય છે.

 

જો 181 અભયમની એપ્લીકેશન ડાઉનલોડ કરી હોય તો અપહરણ જેવા કિસ્સામાં લોકેશનના આધારે પોલીસની ત્વરીત મદદ મળી રહે છે. સહીતની માહિતી આપી હતી.

 

 

તેમણે એક છાત્રા પાસે 181 નંબર ડાયલ કરાવી ડેમોસ્ટ્રેશન પણ કર્યું હતું. જ્યાં કાઉન્સલેર કોલમબેન અને મહીલા પોલીસ શિલ્પાબેન ઉપસ્થિત રહ્યા હતા.

 

જ્યારે સાયબર ક્રાઇમ પાલનપુર વતીથી સાયબર વોલીન્ટીયર વર્નિસભાઇ માળીએ સોશિયલ મીડીયા ફ્રોડ અને ફાયનાન્સીયલ ફ્રોડ (નાણાંકીય છેતરપીંડી) ના બનાવો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

 

જ્યારે સાયબર ક્રાઇમનો બનાવ બને તો પોલીસ કંટ્રોલ રૂમ-02742-252600 અને સાયબર ક્રાઇમ રાજ્ય હેલ્પ લાઇન નં. 1930 ઉપર તાત્કાલીક કોલ કરી માહિતી આપવા વાકેફ કર્યાં હતા.

 

ડીસા દક્ષિણ પોલીસ મથકના એ.એસ.આઇ. કુંદનબાએ કાયદાકીય માહિતી આપી હતી. કરાટેની ટીમ દ્વારા મુશ્કેલીના સમયમાં કેવી રીતે રક્ષણ કરવું તેનું ડેમોસ્ટ્રેશન કરાયું હતું.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!