ટ્રક પાછળ કાર ઘૂસી જતાં 2 યુવકોના મોત : 3 યુવકો ઘાયલ

- Advertisement -
Share

 

અમદાવાદના રામોલ પોલીસ ચોકી નજીક કેનાલ રોડ પર બંધ પડેલી ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં થયેલા અકસ્માતમાં 5 લોકો કારમાં ફસાયા હતા.

 

 

ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાઇ હતી. ફાયર બ્રિગેડની ૩ ગાડીઓ સાથે ફાયર જવાનો હાઇડ્રોલીક કટર બ્રેકર અને અન્ય અદ્યતન સાધનો સાથે ત્યાં પહોંચ્યા હતા.

 

 

પાંચેય લોકોનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપેરશન કરાયું હતું. તમામને ગંભીર હાલતમાં બહાર કાઢી સારવાર માટે એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં. પરંતુ આ ઘટનામાં ૫ લોકોમાંથી ૨ લોકોના મોત નિપજ્યા હતા અને ૩ લોકોને ગંભીર ઇજા પહોંચી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, 5 યુવક મિત્રો ટાટા હેરીયર કાર લઇને ફરવા ગયા હતા. જ્યાંથી પરત આવતી વખતે જામફળ વાડી કેનાલ નજીક ઉભેલા ટ્રકની પાછળ તેમની કાર ધડાકાભેર અથડાઇ હતી.

 

 

આ ઘટના મોડી રાત્રે 2 વાગ્યે બની હતી. આ ઘટનામાં 2 યુવકોના મોત નિપજ્યા છે. જ્યારે 3 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. આજુબાજુની સોસાયટીઓના સ્થાનિકો ધડાકાનો અવાજ સાંભળીને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

 

108 વાનની ટીમને જાણ કરતાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. બીજી તરફ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

 

મોડી રાત્રે 2:30 વાગ્યાની આજુબાજુ રામોલ પોલીસ ચોકી નજીક કેનાલ પાછળ બંધ પડેલી ટ્રક પાછળ લક્ઝુરીયસ કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર 5 લોકો ફસાયા હતા.

 

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ફસાયેલા તમામને બહાર કાઢવાની જહેમત ઉઠાવી હતી.

 

ફાયર બ્રિગેડને જાણ કરતાં ફસાયેલા 5 લોકોને ફાયરના જવાનોએ હાઇડ્રોલીક કટર બ્રેકર અને કોમ્બી ટૂલની મદદથી સમગ્ર કામગીરી દ્વારા રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા.

 

કટરથી તમામ બાજુએથી દરવાજા કાપી અને બહાર કાઢવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઇજાઓ અને બેભાન અવસ્થામાં 5 લોકોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. નંબર પ્લેટ વગરની નવી જ કાર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ટ્રાફીક પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!