ધાનેરાના અનાપુરમાં દીપડો દેખાતાં લોકોમાં ભયનો માહોલ

- Advertisement -
Share

 

ધાનેરાના અનાપુરના ગઢ ગામમાં ગુરૂવારે દીપડો દેખાતાં ગામમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. રાજસ્થાનની સરહદે આવેલા ગામમાં સતત બીજીવાર દીપડો દેખાતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.

 

 

દીપડાએ ખેતરમાં કામ કરતાં ખેડૂત પર હુમલો કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર અર્થે ધાનેરાની હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં અનેકવાર વન્ય પ્રાણી જોવા મળી રહ્યા છે. ત્યારે ગુરૂવારે ધાનેરાના અનાપુરાના ગઢ ગામમાં દીપડો દેખાતાં સમગ્ર ગામમાં ભયનો માહોલ છવાયો હતો.

 

 

જ્યારે દીપડાએ એક ખેતરમાં કામ કરતાં ખેડૂત પર હુમલો કર્યો હતો અને ઇજાગ્રસ્ત ખેડૂતને લોકોએ સારવાર અર્થે ધાનેરાની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે દીપડો ગામમાં દેખાતાં સમગ્ર ગામમાં ભયનો માહોલ છવાયો છે.

 

જ્યારે સ્થાનિક લોકોએ ધાનેરા પોલીસની ટીમ અને ફોરેસ્ટ વિભાગની ટીમને જાણ કરતાં ફોર્સની ટીમ અને ધાનેરા પોલીસની ટીમ પણ અનાપુરાના ગઢમાં દોડી આવી હતી.

 

આ ગામ રાજસ્થાનની સરહદને ઢીલું આવેલું ગામ છે અને આ ગામમાં સતત બીજીવાર દીપડો દેખાતાં હાલ તો આ ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. જ્યારે ફોરેસ્ટ વિભાગની ટીમે દીપડાને પાંજરે પૂરવા માટે ક્વાયત હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!