સાંતલપુરમાં ચારણકાના સોલાર પાર્ક જી.આઇ.પી.સી.એલ.ના વિક્રમ સોલર કંપનીમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ

- Advertisement -
Share

 

એશિયાના સૌથી મોટા ચારણકા સોલાર પાર્ક જી.આઇ.પી.સી.એલ. પ્લાન્ટ વિક્રમ સોલર કંપનીના 1 નંબરના 40 મેઘા વોટમાં બુધવારે સાંજે 4 વાગ્યા આજુબાજુ શોર્ટ-સર્કીટના કારણે આગ ભભૂકી ઉઠતાં અફડા-તફડી મચી ગઇ હતી.

 

 

આગના ગોટા દૂરદૂર સુધી દેખાતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જો કે, આગની ઘટનાને લઇ સાંતલપુર ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

 

 

આ અંગેની વિગત એવી છે કે, સાંતલપુર તાલુકાના ચરણકા સોલાર પાર્કમાં શોર્ટ-સર્કીટના કારણે આગ લાગતાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી ત્યાના સ્થાનિક કર્મચારીઓએ આગ બૂઝાવવાનો પ્રયત્ન હાથ ધર્યાં હતા.

 

જો કે, આગ નહી બૂઝાતા તાત્કાલીક સાંતલપુર ફાયર-ફાઇટર વિભાગને જાણ કરાઇ હતી. જેથી ફાયર-ફાઇટરની ટીમે આગ પર સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

 

આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી. જેને લઇ તમામે રાહત અનુભવી હતી. જો કે, ટ્રાન્સફોર્મર બળીને ખાખ થઇ ગયું હતું. જેથી અંદાજે રૂ. 2 થી 3 કરોડનું મોટું નુક્શાન થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

 

આ બનાવના પગલે સાંતલપુર પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આગ કેવી રીતે લાગી તે બાબતે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!