પાંથાવાડામાં મુસાફરના સ્વાંગમાં મહીલા અને ગઠીયાએ ખેડૂતની નજર ચૂકવી રૂ. 50,000 સેરવી લેતાં ચકચાર

- Advertisement -
Share

 

દાંતીવાડા તાલુકાના જાત ગામના ખેડૂત શુક્રવારે પાંથાવાડા માર્કેટયાર્ડમાં રૂ. 80,000 નો રાયડો વેચી માર્કેટયાર્ડના ગેટ પાસે ઘરે પરત જવા જીપમાં બેસી જતા હતા.

 

 

ત્યારે મુસાફરના સ્વાંગમાં બેઠેલી અજાણી મહીલાએ ખેડૂતના ખીસ્સામાંથી રૂ. 50,000 સેરવી લીધા હતા. જેની જાણ ખેડૂતે પાંથાવાડા પોલીસ મથકે અજાણી મહીલા સહીત જીપ ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

 

આ અંગેની વિગત એવી છે કે, દાંતીવાડા તાલુકાના જાત ગામના ખેડૂત ગણેશભાઇ ગોગાભાઇ રબારી ગુરૂવારે રાયડાનો પાક પાંથાવાડા ગંજ બજારમાં વેચી રૂ. 80,000 લઇ પોતાના ઘર જવા માર્કેટયાર્ડના ગેટ પાસે ઉભા હતા.

 

ત્યાર કમાન્ડર જીપ આવી અને તેમાં એક મહીલા દુપટ્ટો બાંધી બેઠી હતી. ત્યારે ખેડૂત આ જીપમાં બેસતાં તેની નજર ચૂકવી રૂ.50,000 મહીલાએ સેરવી લઇ ગાડી ચાલકે ખેડૂતને પાંથાવાડા હાઇવે પાસે ઉતારી ગાડી ગુંદરી તરફ ભગાડી મૂકી હતી.

 

જો કે, ખેડૂત દ્વારા ગાડીમાંથી નીચે ઉતરી જોતાં પોતાની પાસે રહેલા રૂ. 80,000 ચેક કરતાં એક ખીસ્સામાં રહેલા રૂ. 50,000 ન હતા અને તેમની પાસે રૂ. 30,000 જ મળ્યા હતા.

 

ખેડૂતનો પણ જીવ તાળવે ચોંટી ગયો હતો અને પોતાની આકરી મહેનતની કમાણીના રૂપિયા એક પલમાં ગઠીયાએ સેરવી લેતાં ખેડૂતે પાંથાવાડા પોલીસ મથકે અજાણ્યા જીપ ચાલક અને મહીલા સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!