કાંકરેજના રેફરલ હોસ્પિટલમાંથી બાઈકની ઉઠાંતરીની સમગ્ર ઘટના CCTVમાં થઇ કેદ

- Advertisement -
Share

કાંકરેજના શિહોરી રેફલર હોસ્પિટલમાંથી એક પછી એક બાઈકની ઉઠાંતરી થઈ રહી છે. ત્યારે આજે વધુ એક બાઈકની ચોરી ઘટના સામે આવી છે. બાઈકની ચોરી સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.
બનાસકાંઠા જિલ્લામાં મોટરસાયકલની ઉઠાંતરીની ગેંગ સક્રિય થઇ હોય તેમ એક પછી એક સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મોટરસાયકલની ઉઠાંતરી ઘટનાને અંજામ આપી રહી છે. વાહનોની ઉઠાંતરીની ઘટના એક પછી એક સામે આવતાં પોલીસ સામે પણ અનેક સવાલો ઊભા થાય છે ત્યારે વધુ એક બાઈકની ઉઠાંતરી ઘટના સામે આવી છે.
કાંકરેજના સિહોરી રેફરલ હોસ્પિટલમાંથી અનેકવાર સ્ટાફ તેમજ દર્દીઓના બાઇકની ચોરીની ઘટના સામે આવી રહી છે. ત્યારે આજે વધુ એક શિહોરી રેફરલ હોસ્પિટલમાંથી બાઇકની ઉઠાંતરીની ઘટના સામે આવી છે.
જેમાં સમગ્ર ઉત્ક્રાંતિની ઘટના રેફરલ હોસ્પિટલમાં લગાવેલ સીસીટીવીમાં કેદ થઈ છે સરકારી રેફરલ હોસ્પિટલમાંથી હરિદ્વાર બાઇકની ચોરી થતા બૂમરાણ ઉઠવા પામી છે સ્થાનિક પોલીસ પ્રશાસન પર અનેક સવાલો ઉભા થયા છે તેમજ શિહોરી પોલીસે અગાઉ રેફરલ હોસ્પિટલમાંથી ચોરાયેલ બાઇકનો હજુ પણ ભેદ ઉકેલાયો નથી અને બીજી બાઇકની ઉઠાંતરીની ઘટના સામે આવી છે.
ત્યારે શિહોરી રેફરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફ તેમજ દર્દીઓ પણ પોલીસ રાત્રે પેટ્રોલીંગ વધારવા અંગે જણાવી રહ્યા છે. તેમજ અત્યાર સુધી શિહોરી રેફરલ હોસ્પિટલમાંથી સાતથી વધુ બાઈક ચોરીના બનાવો સામે આવે છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!