જીલ્લામાં પાણી ચોરો સામે કડક કાર્યવાહી : 366 ગેરકાયદે કનેકશનો કાપી 57 શખ્સો સામે પોલીસ ફરિયાદ

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી પાણીની પાઇપલાઇનમાં કેટલાક શખ્સો તોડફોડ કરી પાઇપલાઇનમાં પંચર કરી પાણીની ચોરી કરતા હોવાની ફરિયાદ સામે આવતા બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલની સૂચનાથી પાણી પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાતા પાણી ચોરી કરતા શખ્સોમાં ફફડાટ ફેલાયો હતો.

બનાસકાંઠા જિલ્લામાં છેવાડાના લોકો સુધી પાણી પહોંચી મળે તે માટે સરકાર દ્વારા કરોડોના ખર્ચે પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે પરંતુ કેટલાક શખ્સો દ્વારા પાઈપલાઈનમાંથી પસાર થતાં પાણીમાં તોડફોડ કરી પંચર કરી પાણીની ચોરી કરતા હોવાનું સામે આવતા જિલ્લા કલેક્ટરની સૂચના આધારે જિલ્લાના પાણી પુરવઠા વિભાગ, પોલીસ સહિત 9 ટીમો દ્વારા ત્રણ દિવસથી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં પાણીની ચોરી કરતા અમીરગઢ 04, ભાભર 20, દાંતા 07, દાંતીવાડા 34, ડીસા 37, દિયોદર 23, ધાનેરા 27, પાલનપુર 17, સુઇગામ 69, થરાદ 52 અને વાવ 76 મળી કુલ 366 ગેરકાયદેસર પાણીના કનેક્શન કાપવામાં આવ્યા.
પાઇપલાઇનમાં તોડફોડ કરી કાણા પાડી પાણીની ચોરી કરી રહ્યા તેવા 57 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરાઇ હતી. પરંતુ પાણી ચોરી કરતા શખ્સો સામે કાર્યવાહી કરાતા ચોરી કરતા શખ્સોમાં ફફડાટ ફેલાયો હતો.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!