ડીસામાં કોરોના મારામારીના પગલે શનિવાર સાંજે ૬ વાગ્યાથી કરી સોમવાર સવારે 06:00 સુધી સ્વયંભૂ બંધ

- Advertisement -
Share

ડીસામાં કોરોના મારામારીના પગલે શનિવાર સાંજે ૬ વાગ્યાથી કરી સોમવાર સવારે 06:00 સુધી સ્વયંભૂ બંધ

સ્વયંભૂ શનિવાર અને રવિવાર ના દિવસે પાલનપુર બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.

ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે જેના પગલે આજ રોજ ડીસા નગરપાલિકાના સભા હોલમાં ધારાસભ્ય,નગરપાલિકાના પ્રમુખ અને શહેરના વેપારીઓની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં કોરોનાની ચેન ને તોડવા માટે શનિવારે સાંજે 6:00 થી લઇ સોમવાર સવારે 06:00 સુધી શહેરમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે દૂધ અને મેડિકલ સેવા કાર્યરત રહેશે આ સિવાય તમામ દુકાનો બંધ રહેશે.

ડીસા શહેરમાં વધી રહેલા કોરોના પોઝિટિવ કેસની સંખ્યાને અટકાવવા માટે હવે શહેરીજનોને જાગૃત બનવાની જરૂર છે ત્યારે આજ રોજ બપોરે ડીસા નગરપાલિકાના સભા હોલમાં ધારાસભ્ય શશીકાંત પંડયા,પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર,ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી અને શહેરના વિવિધ એસોસિએશનના વેપારીના સભ્યો હાજર રહ્યા હતા.

આ યોજાયેલી બેઠકમાં કોરોનાની ચેન તોડવા માટે શનિવારે 6:00 થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સમગ્ર ડીસા શહેરમાં સ્વયંભૂ બંધ જાહેર કરવામાં આવ્યું છે આ બંધ દરમિયાન મેડિકલ અને દૂધની સેવા કાર્યરત રહેશે આ સિવાય તમામ દુકાનો બંધ રહેશે અને લોકોને પણ કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.તેમજ બહાર નીકળો તો માસ્ક ફરજિયાત પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવા પણ અપીલ કરાઇ છે

વેપારીઓની તાત્કાલિક ધોરણે કોવિડ હોસ્પિટલ ચાલુ કરવાની માંગ કરી.

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!