અતિ ભયાનક અકસ્માત : એક સાથે ચાર વાહનો અથડાતા 6ના મોત, હાઈવે પર અરાજકતા સર્જાઈ

- Advertisement -
Share

ગુજરાતને અડીને આવેલા હાઈવે ઉપરથી એક ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં બેકાબૂ ટ્રક ડીવાઈડર કુદીને કાર ઉપર ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો છે. સિરોહી નજીક એક સાથે ચાર વાહન વચ્ચે અથડાતા 6ના ઘટના સ્થળે મોત નિપજ્યા.

બેકાબૂ ટ્રક ડીવાઈડર કુદીને કાર ઉપર ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો છે. સિરોહી નજીક એક સાથે ચાર વાહન વચ્ચે અથડાતા 6ના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. જાણે હાઈવે ઉપર યમરાજ લટાર મારવા નિકળ્યા હોય તેમ છેલ્લા 24 કલાકમાં એક પછી એક અકસ્માતના બનાવમાં 8 લોકોના મોત નિપજ્યા છે.
જાણો કંઈ રીતે સર્જાયો આ ગોઝારો અકસ્માત. ગુજરાત અને રાજસ્થાન બન્ને રાજ્યના પડોશી જિલ્લામાં રવિવાર આકરો સાબિત થયો હોય તેમ બે અકસ્માતની ઘટનામાં આઠ લોકો મોતને ભેટ્યા છે.
તો કેટલાક દવાખાને સારવાર લઈ રહ્યા છે. લગ્નની સીઝન ચાલતી હોવાથી લોકો ઉત્સાહ પૂર્વક પ્રસંગો મનાવી રહ્યા છે ત્યાં તો દુઃખદ ઘટનાની જાણ થાય છે.
પાલનપુર તાલુકાના કાણોદર નજીક રવિવારની સવારે ટ્રક પાછળ ખાનગી બસ અથડાતા ત્રણ લોકોના મોતના સમાચાર સાંપડ્યા છે. તો વળી રાજસ્થાનના સિરોહી જિલ્લાના ઉથમણ ટોલ નાકા નજીક જતું ટ્રક અચાનક ડિવાઈડર કુદીને રોંગ સાઈડે આવી ગયું અને પોતાની સાઈડે ચાલતા વાહનો એક પછી એક અથડાઈ જતા એક સાથે 6 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 5 લોકો ઘવાતા સારવાર અર્થે લઈ જવાયા હતા.
આ ગોઝારી ઘટનામાં પાછળ આવતી અલ્ટો કાર તેમજ ઇક્કો અકસ્માતગ્રસ્ત ટ્રક પાછળ ઘુસી જતા બન્ને વાહનોનો ભુક્કો વળી ગયો હતો અને કારમાં સવાર ચાર વ્યક્તિઓના સ્થળ પર મોત થયા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિનું સારવાર અર્થે લઈ જતા મોત થયું હતું.
બનાવની જાણ થતાં જિલ્લા કલેક્ટર ભવરલાલ, જિલ્લા પોલીસવડા ધર્મેદ્રસિંહ સહિત પોલીસ અને 108ની ટીમ સ્થળ પર દોડી પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!