3 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરી હત્યા કરનારને આજીવન કેદ

Share

ગાંધીનગરના સાંતેજ વિસ્તારમાં ત્રણ વર્ષની એક બાળકીની હત્યા નીપજાવી દુષ્કર્મ ગુજારવાના મામલે ગાંધીનગર સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. મહત્ત્વનું છે કે માસૂમ બાળકીની હત્યા અને દુષ્કર્મ કેસમાં પોલીસે માત્ર આઠ દિવસમાં જ ચાર્જશીટ ફાઈલ કરી માત્ર 14 દિવસમાં સુનાવણી પૂર્ણ કરી સજા ફટકારી દાખલો બેસાડ્યો છે.

[google_ad]

 

 

ગાંધીનગર બાળકી પર દુષ્કર્મ અને હત્યા મામલામાં આજે સેશન્સ કોર્ટે આરોપી વિજય ઠાકોરને આજીવન કેદની સજા ફટકારી છે. ગાંધીનગર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવાયો હતો. દેશના ઇતિહાસમાં સૌથી ઝડપી માત્ર 8 દિવસમાં ગાંધીનગર પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવ્યો હતો. ત્યારે મજબૂત પુરાવાઓને આધારે કડકમાં કડક સજા મળે તેવી અપીલ કરાઈ હતી. આરોપી વિજય ઠાકોર સામે ત્રણ બાળકી સાથે દુષ્કર્મ કરવાનો આરોપ છે.

[google_ad]

 

 

 

ગાંધીનગર જીલ્લાના ઇતિહાસમાં આ સૌથી ઓછા દિવસમાં ચુકાદો આપનારો કેસ છે. ગત દિવાળીના તહેવારો દરમિયાન ગાંધીનગર જીલ્લાના રાંચરડા અને સાંતેજ વિસ્તારની આસપાસમાં નાની શ્રમજીવી વસાહતોમાં રહેતી ત્રણ માસૂમ બાળકીનાં અપહરણ અને બળાત્કારની ઘટના બની હતી. જેમાં એક ત્રણ વર્ષની બાળકીની હત્યા પણ કરવામાં આવી હતી. આ સમગ્ર કેસના મામલે ગાંધીનગર પોલીસે આરોપી વિજય ઠાકોરની ધરપકડ કરીને પૂછપરછ કરતાં તેણે તમામ ગુના આચર્યાના ખુલાસા થયા હતા. બાદમાં સમગ્ર કેસની તપાસ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ.પી. ઝાલાને સોંપવામાં આવી હતી.

[google_ad]

 

 

 

જેમાં પોલીસે વિજય ઠાકોર સામે નોંધાયેલા અલગ અલગ ગુનાઓ પૈકી ત્રણ વર્ષની બાળકીની હત્યા-દુષ્કર્મ કેસમાં આઠ દિવસના રિમાન્ડ મેળવીને તેની સામે મજબૂત પુરાવા મેળવ્યા હતા. જેના આધારે ધરપકડના આઠ દિવસમાં જ એટલે કે તા.15મી નવેમ્બરના રોજ ગાંધીનગર કોર્ટમાં 500 પાનાંની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં 60 વધુ સાક્ષીઓનાં નિવેદનો, સી.સી.ટી.વી. એફ.એસ.એલ. રિપૉર્ટ, સહીતના મહત્વના પુરાવાઓ એકઠા કર્યા હતા. .આ ચાર્જશીટ ફાઇલ થયા બાદ ગાંધીનગર પોક્સો કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવી હતી. જેમાં સરકારી વકીલ સુનીલ પંડયાએ ફાંસીની સજાના 13 જજમેન્ટ કોર્ટમાં રજૂ કર્યા હતા અને 66 પાનાંની દલીલો પણ રજૂ કરી હતી.

[google_ad]

 

advt

 

 

વિજય ઠાકોરે ત્રણ વર્ષની બાળકીનું બાઈક પર અપહરણ કરી અવાવરૂ નાળામાં લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જેને કારણે બાળકી રડવા લાગી હતી અને ગુપ્ત ભાગેથી પુષ્કળ રક્તસ્ત્રાવ થવા લાગ્યો હતો. આથી પકડાઈ જવાની બીકે વિજયે તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. એ અંગે ગુનો દાખલ થયા પછી ગાંધીનગર પોલીસે તપાસ શરૂ કરી હતી અને બાળકીનું બી.જે. મેડીકલ કોલેજ ખાતે પેનલ ડોક્ટરો મારફત પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં વીર્યના અવશેષો મળ્યા હતા. ઉપરાંત વિજયના પેન્ટ પરથી પણ વીર્યના ડાઘ મળી આવ્યા હતા.

[google_ad]

 

 

 

આરોપીના રિમાન્ડ દરમિયાન તેણે બાળકીનાં વસ્ત્રો બનાવ સ્થળથી થોડેક દૂર ફેંકી દીધા હોવાની કબૂલાત કરી હતી. જેને પગલે પોલીસે એફ.એસ.એલ.ની ટીમ, પંચો તેમજ વીડિયો રેકોર્ડિંગ સાથે સ્થળ પરથી બાળકીનાં કપડાં કબજે લીધાં હતાં. ત્યારે વિજયને લઈને પોલીસ તેના ઘરે ગઈ હતી.

[google_ad]

 

 

 

એ સમયે કબાટમાં ઘણાં કપડાં હતાં, પરંતુ બળાત્કાર-હત્યા સમયે તેણે કયાં કપડાં પહેર્યાં હતાં એની સાચી હકીકત જણાવતો નહોતો. જેથી પોલીસે તેનાં બધાં કપડાં કબજે લઈ એફ.એસ.એલ.માં મોકલી આપતાં એક કપડાંની જોડના પેન્ટની ચેઇન પરથી વીર્યના તેમજ બાળકીના રુધિરના અવશેષો મળ્યા હતા. જેનું ડી.એન.એ. પરીક્ષણ કરાવવામાં આવતાં બાળકીના ગુપ્ત ભાગેથી મળી આવેલા વીર્યના અવશેષો સાથે મેચ થઈ ગયા હતા.

[google_ad]

 

 

 

સાંતેજમાં ત્રણ વર્ષની બાળકીની હત્યા અને દુષ્કર્મ મામલે આરોપી વિજય ઠાકોરની પોલીસે ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ અન્ય બે બાળકીનું પણ અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું હોવાની કબૂલાત કરી હતી. આરોપી વિજય ઠાકોર સામે પાંચ વર્ષની બાળકી સાથેના દુષ્કર્મના કેસની 400 પાનાંની ચાર્જશીટ પણ કોર્ટમાં ફાઇલ પણ કરી દેવામાં આવી છે.

[google_ad]

 

 

 

જેની સુનાવણી નજીકના દિવસમાં શરૂ થવાની શક્યતા છે. આ ઉપરાંત હવે દુષ્કર્મના તમામ કેસની પૂછપરછ પૂર્ણ થઈ ચૂકી છે. હવે પોલીસ તેની ફરીથી કસ્ટડી મેળવીને મહીલાઓ પર હુમલો કરીને દાગીના તેમજ કીમતી મત્તાની લૂંટ અંગેના કેસની પૂછપરછ કરશે.

[google_ad]

 

 

 

કેસને વધુ મજબૂત કરવા માટે પોલીસે મૃત બાળકીની માતાનું ડી.એન.એ. પરીક્ષણ કરાવ્યું હતું. કેમ કે બાળકીના જન્મનો કોઈ પુરાવા હતો નહીં, આથી ડી.એન.એ.પરીક્ષણ થકી માતા-બાળકીના સંબંધો પ્રસ્થાપિત કરી વધુ એક પુરાવો ભેગો કરવામાં આવ્યો હતો.

[google_ad]

 

 

આ ઉપરાંત વિજયના બે મોબાઈલ પણ કબજે લેવામાં આવ્યા હતા. આ બનાવ અગાઉ એક બાળકી સાથે પણ દુષ્કર્મ આચર્યું હતું. એ વખતે બાળકી પાસેથી મોબાઈલ વિજયે લઈ લીધો હતો જેનું સિમકાર્ડ વિજયે પોતાના મોબાઈલમાં લગાવ્યું હતું. પોલીસે મોબાઈલની ગેલરી જોતાં એક હજાર પોર્ન ફોટા મળી આવ્યા હતા, જેના પરથી પોલીસને વિજય ઠાકોર પોર્ન એડિક્ટ હોવાની ખબર પડી હતી.

 

From – Banaskantha Update

 


Share