પાટણની મેડીકલ કોલેજમાં પડતર માંગણીઓના સમર્થનમાં તબીબોની બેનરો સાથે રેલી યોજાઇ : માંગણી નહી સંતોષાય તો લડત જલદ બનાવવાની ચિમકી ઉચ્ચારી

Share

 

પાટણની જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ હોસ્પિટલના તબીબોએ તેમની પડતર માંગણીઓના સમર્થનમાં બુધવારે વિવિધ બેનરો સાથે કેમ્પસમાં રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. મેડીકલ કોલેજના ટ્યુટર્સ અને તબીબોને સરકારના ધારા ધોરણો મુજબ લાભો આપવા સહીતના મુદ્દે સરકાર દ્વારા ગત તા. 16 મે-2021 ના રોજ કરાયેલી જાહેરાતનો અમલ કરાયો નથી.

[google_ad]

 

 

જેથી પડતર પ્રશ્નો બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઇ કાર્યવાહી નહીં કરાતાં તબીબો અને મેડીકલ ઓફીસરોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.આ પડતર માંગણીઓના સમર્થનમાં પાટણની મેડીકલ કોલેજના ટ્યુટરો, તબીબો, મેડીકલ ઓફીસરો અને વોર્ડમાં ફરજ બજાવતાં મેડીકલ ઓફિસરો સહીત 44 રેગ્યુલર તબીબ અને 100 જેટલાં કોન્ટ્રાક્ટ પરના તબીબોઅ બુધવારે સવારે ધારપુર હોસ્પિટલના કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

[google_ad]

 

 

તેમણે સરકારી અને જી.એમ.ઇ.આર.એસ.ના તબીબોને સમયસર પ્રમોશન આપો, તબીબોની કાયમી ભરતી કરો, તબીબોનું શોષણ બંધ કરો, ગુજરાતમાં અધિકારી રાજ બંધ કરોના નારાઓ અને વિવિધ બેનરો સાથે રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

[google_ad]

 

 

 

 

 

આ ઉપરાંત આગામી દિવસોમાં એસોસીએશન તરફથી માર્ગદર્શન અપાય તે મુજબ લડત આગળ ધપાવાશે તેમ તબીબોએ જણાવ્યું હતું અને તેમની આ માંગણીઓ નહી સંતોષાય તો લડત વધુ જલદ બનાવવાની ચિમકી પણ તબીબો દ્વારા અપાઇ હતી. જો કે, હોસ્પિટલની કામગીરી ચાલુ રખાઇ હતી.

[google_ad]

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share