બનાસકાંઠા જમીન વિકાસ બેન્કના ડિરેક્ટર માટે કાકો ભત્રીજો સામસામે આવ્યા

- Advertisement -
Share

બનાસકાંઠા જમીન વિકાસ બેંકના જિલ્લા ડિરેકટરની ચૂંટણી દિવસેને દિવસે રસાકસી ભરી બની રહી છે ત્યારે પ્રથમ વખત ભાજપ પણ આ બેઠક જીતવા અને ડિરેકટર પદ કબ્જે કરવા પ્રયાસ શરૂ કર્યા છે.

[google_ad]

ગોવાભાઈ રબારી તેમના પુત્ર સાથે

બનાસકાંઠા જિલ્લામાં તાલુકા ડિરેક્ટરોની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ગુજરાત રાજ્યના જિલ્લા ડિરેક્ટરોની ચૂંટણી આગામી 7 ઓગસ્ટના રોજ યોજાનાર છે. ત્યારે બનાસકાંઠામાં 22વર્ષથી જિલ્લા ડિરેકટર તરીકે બિરાજમાન ડીસાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના આગેવાન ગોવાભાઈ દેસાઈ છે ત્યારે પ્રથમ વખત ભાજપમાંથી ડિરેકટર પદ માટે ગોવાભાઈના ભત્રીજા અને ભાજપના કાર્યકર કલ્યાણ દેસાઈએ ઉમેદવારી નોંધાવી છે.

[google_ad]

ગોવાભાઈના ભત્રીજા કલ્યાણ દેસાઈ

જોકે, ભાજપમાંથી કલ્યાણ દેસાઈની ઉમેદવારી બાદ ગોવાભાઈએ જીત મુશ્કેલ દેખાતા પ્રથમ ફોર્મ રદ કરવા વાંધા રજૂ કર્યા હતો પરંતુ એ વાંધા અરજી નીકળી જતા કલ્યાણ દેસાઈનો ઉમેદવારી ફોર્મ માન્ય રહ્યું હતું. જેથી હવે જીતવા માટે ગોવાભાઈએ એડીચોટીનો જોર લગાવ્યું છે અને તેમના સમર્થક મતદારોને સાહેલગાહે રવાના કરી દીધા છે.

[google_ad]

ગોવાભાઈ રબારી

જોકે, આ બાબતની જાણ ભાજપના ઉમેદવાર કલ્યાણ દેસાઈને થતા તેઓએ પણ પોતાના સમર્થકોને મતદાન સુધી સાહેલગાહે રવાના કર્યા છે ત્યારે ભાજપ પણ પ્રથમ વખત સત્તા મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે અને કમલમમાંથી બનાસકાંઠા જિલ્લા ભાજપના આગેવાનોને પોતાના મતવિસ્તારના મતદારો ભાજપ તરફી મતદાન કરે જે માટે સૂચના પણ આપી દેવામાં આવી છે.

[google_ad]

ત્યારે ભાજપના ઉમેદવાર કલ્યાણ દેસાઈએ જણાવ્યું હતું કે, “પ્રથમ વખત ભાજપની વિચારધારાની લડાઈ સાથે ઉમેદવારી કરી છે અને 22 વર્ષથી કોંગ્રેસ પાસે રહેલ ડિરેકટર પદથી જિલ્લાના ખેડૂતોને કોઈ જ ફાયદો થયો નથી ત્યારે આ વખતે અમે જીતીને ખેડૂતોના હિતમાં નિર્ણય લઈશું સાથે ભાજપ તરફી ઉમેદવારી નોંધાવી છે ત્યારે અમને ભાજપના નેતાઓ મદદ કરશે એવો વિશ્વાસ છે.”

[google_ad]

ગોવાભાઈ રબારી

હાલ સમગ્ર ગુજરાતમાં જિલ્લા ડિરેક્ટરોની ચૂંટણી ચાલી રહી છે અને તમામ ડીરેકટરો ભાજપ તરફી જીતે જે માટે સહકારી સેલના વડા બિપિન પટેલને જવાબદારી સોપાઈ છે ત્યારે તેમને બનાસકાંઠા જિલ્લા ભાજપના આગેવાનોને કામે લગાડ્યા છે જેથી આ વખતે 22 વર્ષ બાદ પરિવર્તન આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!