ડીસામાં ડિવાઈડર ઓળંગી આવેલી જીપ લક્ઝરી બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો

- Advertisement -
Share

ડીસાના ભોંયણ પાસે આજે ડિવાઈડર ઓળંગી રોંગ સાઈડમાં આવેલી જીપ લક્ઝરી બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતમાં જીપ ચાલકને ગંભીર ઇજા થતાં સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડાયો હતો. તેમજ ધાનેરા-અમદાવાદ જતી સરકારી લક્ઝરી બસમાં બેઠેલ 40 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ડીસા તાલુકાના ભોંયણ પાસે આજે ધાનેરા-અમદાવાદ જતી સરકારી લક્ઝરી બસને રોંગ સાઈડમાંથી ડિવાઈડર ઓળંગી સરકારી લક્ઝરી બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતના પગલે ઘટના સ્થળે ટોળેટોળા ઉમટી પડ્યા હતા. લકઝરી ચાલકની સમય સૂચકતાથી 40 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. પરંતુ જીપના ચાલકને અકસ્માતમાં ગંભીર ઇજા થતાં સારવાર માટે 108 મારફતે ડીસા સિવિલ ખાતે ખસેડાયો હતો. તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ થતાં પોલીસની ટિમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!