પાલનપુરમાં એલ.સી.બી. પોલીસે દેશી દારૂના અડ્ડા પર રેડ કરી એક શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

પોલીસે 280 લીટર દેશી દારૂ અને દેશી દારૂ ગાળવાના સાધનો સહીત કુલ રૂ. 26,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બનાસકાંઠા એલ.સી.બી.એ શુક્રવારે દેશી દારૂના અડ્ડા ઉપર બાતમીના આધારે રેડ કરી કરી હતી.

જ્યાં આતરોલી ગામની સીમમાં વગદીયા નામથી ઓળખાતાં ખેતરમાંથી મોટા પ્રમાણમાં દેશી દારૂ ઝડપી પાડયો હતો. એલ.સી.બી. પોલીસે કુલ રૂ. 26,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જ્યારે પાલનપુર તાલુકા પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શુક્રવારે દેશી દારૂના અડ્ડા પર રેડ કરી મોટી માત્રામાં દેશી દારૂ ઝડપી પાડયો છે.

 

જેમાં એલ.સી.બી. પોલીસને તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે પાલનપુરના આતરોલી ગામની સીમમાં વગદીયા નામથી ઓળખાતાં ખેતરમાં એક શખ્સ મોટાપાયે દેશી
દારૂ ગાળી તેનું વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે એલ.સી.બી. પોલીસે રેડ કરી શાંતુસિંહ ચૌહાણને ઝડપી પાડયો હતો.

 

પોલીસે 280 લીટર દેશી દારૂ અને દેશી દારૂ ગાળવાના સાધનો સહીત કુલ રૂ. 26,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે ઝડપાયેલા શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!