ડીસા દક્ષિણ પોલીસે ગુમ થયેલ બાળકને તેના માતા-પિતા સાથે મિલન કરાવ્યું

- Advertisement -
Share

ગણતરીના કલાકોમાં બાળકના માતા-પિતાને શોધી કાઢયા

 

ડીસા-પાટણ હાઇવે પર આવેલ વૈભવ ટાઇલ્સ પાસેથી એક બાળક આજુબાજુના લોકોને મળી આવતાં કે બાળક પોતાના પરિવારથી છૂટું પડી ગયો અને રસ્તો ભૂલી ગયો હોવાથી ત્યારબાદ આજુબાજુના લોકોએ

તાત્કાલીક ડીસા દક્ષિણ પોલીસને જાણ કરતાં ડીસા દક્ષિણ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મળેલ બાળકનું નામ પૂછતા તેનું નામ કાળુભાઇ હોવાનું જણાવ્યું હતું.

 

અને તેના પિતાનું નામ પૂછતાં તેના પિતાનું નામ સુરેશભાઇ હોવાનું જણાવ્યું હતું. જયારે ડીસા દક્ષિણ પોલીસના સ્ટાફે ગુમ થયેલા બાળકને માતા-પિતા સાથે મિલન કરાવવા માટે તપાસ શરૂ કરી હતી.

 

જયારે ગણતરીના કલાકોમાં બાળકના માતા-પિતાને શોધી કાઢયા હતા. આ બાળકના પિતા સુરેશભાઇ વંસાજી માજીરાણા (રહે. રેલ્વે સ્ટેશન પ્રાથમિક શાળાની બાજુમાં, ડીસા) વાળાને શોધી કાઢી બાળકના
માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું. જયારે ડીસા શહેર દક્ષિણ પોલીસના સ્ટાફે માનવતાનું ઉમદા ઉદાહરણ પુરુ પાડી પ્રશંસનીય કામગીરી કરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!