ડીસાના કણઝરામાં મહીલા સહીત 5 શખ્સોએ માતા અને પુત્ર ઉપર જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

 

ડીસા તાલુકાના કણઝરા ગામમાં માતા અને પુત્રને ગામના જ 5 શખ્સોએ અપશબ્દો બોલી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ચકચાર મચી ગઇ હતી. આ અંગે પીડીતાએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના કણઝરામાં રહેતાં સોનલબેન લીલાજી ઠાકોર પરિવાર સાથે રહે છે. જ્યારે રવિવારે રાત્રિના આઠેક વાગ્યાના સુમારે પોતાના પરિવાર સાથે ઘરે હતા.

 

તે દરમિયાન તેમની સામે રહેતાં ભેમજીજી મગનજી ઠાકોર હાથમાં લોખંડની પાઇપ લઇને આવ્યા હતા અને સોનલબેનને જેમ તેમ અપશબ્દો બોલવા લાગ્યા હતા.

 

જેથી સોનલબેને અપશબ્દો બોલવાની ના પાડતાં ભેમજીજી ઉશ્કેરાઇ ગયા હતા અને હાથમાંની પાઇપ સોનલબેનને હાથ ઉપર મારી હતી. જ્યારે સોનલબેને બૂમો પાડતાં તેમનો દીકરો સોહનજી વચ્ચે છોડાવવા પડતાં તેને પણ માથામાં માર્યો હતો.

 

જ્યારે હુમલાના પગલે સોનલબેન અને પરિવારજનો ગભરાઇ જઇ બૂમો પાડતાં નજીકમાંથી ભેમજીભાઇનો દીકરો સહીત અન્ય લોકો દોડી આવ્યા હતા અને માર મારવા લાગ્યા હતા.

 

જ્યારે હુમલાના પગલે આજુબાજુના લોકો દોડી આવી સોનલબેન અને તેમના દીકરાને મારમાંથી છોડાવ્યા હતા. જો કે, જતાં જતાં આ શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ઇજાગ્રસ્ત સોનલબેન અને તેમના દીકરાને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

આ અંગે સોનલબેને ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ભેમજીજી મગનજી ઠાકોર, દિનેશજી મનુજી ઠાકોર, દિનેશજી ભેમજી ઠાકોર, આશાબેન ભેમજીજી ઠાકોર અને વિનોદજી સામે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!