ધાનેરા રોડ પર થયેલ શિક્ષકના લૂંટ કેસમાં આંતરરાજ્ય ગેંગના ચાર શખ્સો ઝડપાયા

- Advertisement -
Share

ડીસા ધાનેરા હાઇવે પર 4 દિવસ અગાઉ એક શિક્ષકને કારમાં લિફ્ટ આપી કારમાં બેસાડી આંખે પટ્ટી બાંધી દાગીના રોકડ સહિત 1.42 લાખની લૂંટ આચરી હતી. જે બાદ આંતરરાષ્ટ્રીય લુંટ અને ચોરી કરતી ગેંગના ચાર સાગરીતોને સિરોહી પોલીસે ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.

 

આંતરરાજ્ય ચોરીની ઘટના તેમજ લૂંટની ઘટનાને અંજામ આપનાર ગેંગ સક્રિય થઈ હોય તેમ એક પછી લૂંટ તેમજ મોટી ચોરીની ઘટનાને અંજામ આપી રહી છે. ત્યારે ચાર દિવસ અગાઉ ડીસા ધાનેરા રોડ પર એક શિક્ષકને કારમાં લિફ્ટ આપી કારમાં બેસાડી આંખે પટ્ટી બાંધી દાગીના, રોકડ સહિત 1.42 લાખની લૂંટ આચારી હતી.
જે બાદ શિક્ષકને મારમારી છોડી મુક્યો હતો. જે બાદ શિક્ષકે તમામ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે સમગ્ર ઘટના મામલે તપાસ હાથ ધરી હતી. આ આંતરરાજ્ય લૂંટ અને ચોરી કરતી ગેંગના ચાર સાગરીતોને સિરોહી પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે લૂંટમાં વપરાયેલ 2 ગાડી અને ચોરેલ 4 બાઇક સહિત લાખ્ખોનો મુદ્દામાલ જપ્ત કરી સિરોહી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!