ડીસાના વાસણા ગોળીયામાં ઉછીના લીધેલા નાણાં ન આપતાં માતાજીના પ્રતિષ્ઠાનના સામાનની તોડફોડ કરાઇ

- Advertisement -
Share

 

ડીસા તાલુકાના વાસણા ગોળીયામાં ઉછીના રૂપિયા આપ્યા હતા. તેની ઉઘરાણી કરતાં ઉછીના રૂપિયા લીધેલ વ્યક્તિએ પછી રૂપિયા આપું તેવું કહેતાં મારામારી સર્જાઇ હતી. ત્યારબાદ ઉછીના રૂપિયા આપનાર સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના વાસણા ગોળીયામાં રહેતાં નવિનકુમાર ગણેશજી સોલંકી (માળી) ખેતી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

 

આજથી 2 માસ પહેલાં હાથ પેટે સોમાભાઇ વાલજીભાઇ જોષી જોડેથી રૂ. 1,00,000 ઉછીના લીધા હતા. જ્યારે નવિનકુમાર ગણેશજી સોલંકીએ 2 ચેક કોરા સહી કરીને આપ્યા હતા.

 

જ્યારે દર મહીને રૂ. 5,000 પેટે વ્યાજનું ચુકવણું કરતાં હતા. જ્યારે વ્યાજ આપવાની તારીખ હતી સોમાભાઇ વાલજીભાઇ જોષી નવિનકુમાર ગણેશજી સોલંકીના ઘરે આવ્યા હતા અને કહેવા લાગેલ કે મને મારા રૂપિયા વ્યાજ સાથે

 

આપ ત્યારે નવિનકુમાર ગણેશજી સોલંકીએ કહેલ કે, આજે મારા ઘરે સિકોતર માતાજીની પ્રાણ-પ્રતિષ્ઠા છે અને બહેન-દિકરીઓનું જમણવાર છે એટલે સાંજે હું તમારા રૂપિયા આપવા તેવું કહેતાં સોમાભાઇ વાલજીભાઇ જોષી એકદમ

 

ઉશ્કેરાઇ જઇ મા-બેન સામા અપશબ્દો બોલવા લાગ્યો હતો. જેથી નવિનકુમાર સોલંકીના પિતા ગણેશજી સોલંકી સોમાભાઇ વાલજીભાઇ જોષીને સમજાવવા જતાં સોમાભાઇ જોષી નવિનકુમારને ગડદા પાટુનો માર માર્યો હતો.

 

જે બાદ નવિનકુમાર વચ્ચે પડી તેમના પિતા ગણેશજી સોલંકીને છોડાવવા જતાં તેને પણ માર માર્યો હતો. ત્યારબાદ સિકોતર માતાજીની પ્રાણ-પ્રતિષ્ઠાનો સામાન અને જમવાનું સામાન સોમાભાઇ વાલજીભાઇ જોષીએ તોડફોડ કરી હતી.

 

તે બાદ ત્યાંથી જતાં જતાં કહેવા લાગ્યો કે, આજે મારા રૂપિયા આપી દેજો નહીતર જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ફરાર થઇ ગયો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!