પાલનપુરમાં પોલીસના સીમ્બોલવાળી સ્વીફ્ટ ડીઝાયર કાર મળી આવતાં ચકચાર

- Advertisement -
Share

જીલ્લા નિવાસી અધિક કલેક્ટરે પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો નોંધ્યો

 

પાલનપુર જીલ્લા કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં શુક્રવારે પોલીસના સીમ્બોલવાળી બ્લેક કાચવાળી સ્વીફ્ટ ડીઝાયર કાર જીલ્લા નિવાસી અધિક કલેક્ટરેના ધ્યાને આવતાં તાત્કાલીક પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં ખાનગી વાહનોમાં પોલીસનો સીમ્બોલ લગાવી અનેક શખ્સો પોલીસનો રોફ જમાવી રહ્યા છે.

જ્યારે અનેક ગુનાહીત પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે શુક્રવારે બનાસકાંઠા જીલ્લાના જીલ્લા મથક કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં એક પોલીસના સીમ્બોલવાળી બ્લેક

કાચવાળી સ્વીફ્ટ ડીઝાયર કાર જીલ્લા નિવાસી અધિક કલેક્ટરને ધ્યાને આવતાં તાત્કાલીક પોલીસને જાણ કરાઇ હતી. જે બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી વધુ કાર્યવાહી હાથ ધરાઇ હતી.

 

જ્યારે પોલીસના સીમ્બોલવાળી બ્લેક કાચવાળી સ્વીફ્ટ ડીઝાયર કાર ભૂસ્તર શાસ્ત્રીનો ડ્રાઇવર સ્વીફ્ટ ડીઝાયર કાર લઇને કલેક્ટર કચેરીએ આવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

 

જ્યારે જીલ્લા નિવાસી અધિક કલેક્ટરની સુચનાને આધારે પોલીસે ગુનો નોંધ્યો છે. પરંતુ ફરિયાદમાં પોલીસ સીમ્બોલનો કોઇ જ ઉલ્લેખ ન કરતાં અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે.
જ્યારે પોલીસ સીમ્બોલ લગાવીને સ્વીફ્ટ ડીઝાયર કારનો ઉપયોગ ગુનાહીત પ્રવૃત્તિમાં કરાતો હોવાની પણ હાલ આશંકા સેવાઇ રહી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!