પાલનપુર એલ.સી.બી. પોલીસે દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

પોલીસે રૂ. 1,48,000 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી

 

પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સોમવારે બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે એક દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી છે.
જેમાં કુલ રૂ. 1,48,000 નો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સને ઝડપી પાડયો છે. આ અંગે પાલનપુર તાલુકા પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એલ.સી.બી. પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે પેટ્રોલિંગ દરમિયાન એક ખાનગી રાહે બાતમી મળી કે, એક કાળા કલરની હોન્ડા સેન્ટ્રો ગાડી નં.

 

GJ-01-HP-5672 દારૂ ભરીને અમીરગઢ તરફથી પાલનપુર તરફ આવી રહી છે. જે બાતમીના આધારે એલ.સી.બી. પોલીસે નાકાબંધી કરી બાતમીવાળી ગાડી આવતાં એલ.સી.બી. પોલીસે ગાડી રોકાવી

 

ગાડીને તપાસ કરતાં અંદરથી દારૂ મળી આવ્યો હતો. જે એલ.સી.બી. પોલીસે ગાડી ચાલક અશરફ રહીમભાઇ ખલીફા (રહે. રતનપુર વઢવાણ, સુરેન્દ્રનગરવાળા) ને ઝડપી પાડયો હતો.
જયારે પોલીસે કુલ રૂ. 1,48,000 મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે પાલનપુર તાલુકા પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!