બનાસકાંઠાના ડીસા તેમજ પાલનપુરમાં UGVCLનું મંત્રી કનુભાઈ દેસાઈએ કર્યું લોકાપર્ણ

- Advertisement -
Share

પાલનપુર અને ડીસા ખાતે આજે UGVCLની નવનિર્મિત કચેરીનું નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. પાલનપુર વર્તુળ કચેરી અને વિભાગીય કચેરીના મકાન રૂ. 1.32 કરોડના ખર્ચે તથા ડીસા વિભાગીય કચેરી- 1 અને 2, લેબોરેટરી, સ્ટોર બિલ્ડીંગના રૂ. 4.86 કરોડના ખર્ચે તૈયાર થઇ છે.
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અદ્યતન કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કચેરી દ્વારા મોર્ડન ટેકનોલોજીના માધ્યમથી લોકોને સારી સુવિધા પ્રાપ્ત થાય તથા કૃષિ અને પશુપાલન આધારિત બનાસકાંઠા જિલ્લાના વિકાસ થાય તે માટે પાલનપુર અને ડીસામાં વિભાગીય કચેરી અને લેબોરેટરીનું નિર્માણ કરાયું છે.
બનાસકાંઠા જિલ્લો છે કે જે રાજસ્થાનની સરહદ સાથે તેમજ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલો છે. કુલ-1237 ગામો અને 6 શહેરી વિસ્તાર ધરાવતી પાલનપુર વર્તુળ કચેરી દ્વારા 175 સબ સ્ટેશનમાંથી કુલ-1989 ફીડરો દ્વારા અને 1,35,619 ટ્રાન્સફોર્મર સેન્ટર દ્વારા કુલ- 9,37,589 જેટલા વીજ ગ્રાહકોને વીજપુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં કુલ-1,54,462 જેટલાં ખેતીવાડી વીજ જોડાણો કાર્યરત છે જે જિલ્લાના કુલ વપરાશનો 80 ટકા હિસ્સો ધરાવે છે. ત્યારે 1.32 કરોડના ખર્ચે બનેલી પાલનપુર વર્તુળ કચેરી અને વિભાગીય કચેરી તેમજ 4.86 કરોડના ખર્ચે બનેલી ડીસા વિભાગીય કચેરી-1 અને 2, લેબોરેટરી, સ્ટોર બિલ્ડીંગનું ઉદ્ઘાટન આજે ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરાયું હતું.

આ પ્રસંગે ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે આ કચેરીના નિર્માણ બાદ હવે જિલ્લામાં વિજગ્રાહકોને પડતી મુશ્કેલીઓ દૂર થશે. તેમજ સરકાર દ્વારા બજેટમાં ગૌશાળા પાંજરાપોળ માટે અઢી મહિના પહેલા 500 કરોડની સહાય જાહેરાત કરવામાં આવી છે. છતાં સહાય ન ચૂકવતા સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ત્યારે આજે નાણાં અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ જ્યારે ડીસા ખાતે UGVCL ઉદ્ઘાટન કરવા આવેલ તેમને ગૌશાળા પાંજરાપોળની સહાયની જાહેરાત બાબતે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, સહાય યોજનાનું અમલીકરણ થઈ ગયું છે અને જલ્દી ગૌશાળા તેમજ પાંજરાપોળને સહાયનું ચુકવણું કરવામાં આવશે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!