સંચાલકો કહ્યું ‘સરકાર પશુઓ ભૂખે મરે છે’ 15 મી પછી વિચારીશું હાલ કામ છે : મુખ્યમંત્રીએ જવાબ આપ્યો

- Advertisement -
Share

અબોલ પશુઓને પડતી મુશ્કેલીઓ પર મુખ્યમંત્રીએ નરોવા કુંજરોવાની નીતિ અપનાવી

બનાસકાંઠા જીલ્લાના પાંજરાપોળ સંચાલકો પશુ સહાયના રૂ. 500 કરોડની સહાય આપવા મંગળવારે ગાંધીનગર જઇ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.
પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંચાલકોને હાલ કામ છે. તા. 15 મી પછી ફાઇલ જોઇશુંનું કહી નરોવા કુંજરોવાની સ્થિતિ અપનાવતાં સંચાલકોમાં આક્રોશ ભભૂક્યો છે અને આગામી સમયમાં સરકાર સામે બાયો ચડાવવા રણનીતિ શરૂ કરી છે.

 

4 માસ પહેલાં સરકારે રાજ્યમાં પાંજરાપોળોના પશુઓ માટે રૂ. 500 કરોડની સહાય જાહેરાત કરી હતી. આ ઉપરાંત જાહેર કાર્યક્રમોમાં પણ મંત્રીઓએ સરકારે પાંજરાપોળના પશુઓને રૂ. 500 કરોડની સહાયની જાહેરમાં બણગાં ફૂક્યા હતા.

 

જોકે, 3 થી 4 માસ જેટલો સમય વીતી ગયા હોવા છતાં પણ સહાય ન મળતાં ઘાસચારાના અભાવે પશુઓની હાલત કફોડી બની છે.

 

વારંવાર રજૂઆત છતાં પરિણામ ન મળતાં બનાસકાંઠા જીલ્લાના 500 થી વધુ સંતો-મહંતો સાથે સંચાલકોએ પાલનપુર કલેકટર કચેરીએ ભૂખ હડતાળ કરી ન્યાયની માંગ કરી હતી.

 

જોકે, સરકારે કોરી આંખે પાંજરાપોળ સંચાલકોને સહાય ન ચૂકવતાં અંતે મંગળવારે બનાસકાંઠા જીલ્લાના 12 સંચાલકો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સહાય ચૂકવવા રજૂઆત કરવા ગયા હતા.
જોકે, રજૂઆત સાંભળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાલ કામ હોવાથી કઇ થઇ શકે તેમ નથી. તેમ કહી તા. 15 મી પછી ફાઇલ જોઇશ તેમ કહી હાથ અધ્ધર કરી દીધા હતા.
જેથી સંચાલકોમાં ભારે રોષ ભભૂક્યો હતો અને હવે પશુઓ માટે કાતો આ યા પેલે પારની નીતિ સંચાલકો ઘડી રહ્યા છે.

 

આ અંગે ગેળાના ગોવિંદભાઇએ જણાવ્યું હતું કે, ‘આ જ સરકારે ગાયોના નામે વોટ માંગી સત્તા પર બેઠી છે અને હવે સહાય જાહેર કરી અને હાથ અધ્ધર કર્યાં છે. પશુઓની હાલત કફોડી છે.
આગળ ચૂંટણી આવી રહી છે. અમે આગામી સમયમાં રણનીતિ તૈયાર કરી રહ્યા છીએ. બીજી તરફ આગામી સમયમાં ચૂંટણી પણ આવે છે. પરિણામ માટે સરકાર પણ તૈયાર રહે.’

 

આ અંગે સેકરાના સુંદરનાથ મહારાજે જણાવ્યું હતું કે, ‘હાલ લમ્પીના કારણે અનેક પશુઓના મોત થઇ રહ્યા છે. સરકાર આમાં પણ આંકડા છૂપાવે છે. બીજી તરફ સરકાર સહાયની જાહેરાત કરી ફરી ગઇ છે.
અમે આંદોલન કર્યાં છતાં સરકારનું પેટનું પાણી નથી હલતું પણ પાપ ચડીને પોકારે તેમ ચૂંટણીના પરિણામમાં ભોગવવું પડશે. અમે અમારા પશુઓ માટે લડીશું.’

 

બનાસકાંઠાથી ગયેલા ગૌભક્તોમાં કભી ખુશી કભી ગમ બનાસકાંઠાથી મુખ્યમંત્રીને મળવા માટે ડીસાના ધારાસભ્ય શશીકાન્તભાઇ પંડયા, ગૌશાળા ફેડરેશનના પ્રમુખ ચીનુભાઇ, જયંતિભાઇ, સુંદરનાથ મહારાજ, બાલુભાઇ શાસ્ત્રી, હસમુખભાઇ, તરુણભાઇ, ભરતભાઇ, પ્રકાશભાઇ અને પ્રફૂલભાઇ વગરે મુખ્યમંત્રી સાથે મુલાકાત લીધી હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!