ડીસાના બાઈવાડા ગામે તળાવમાં યુવક ડૂબી જતાં થયું મોત

Share

ડીસા તાલુકાના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે બાઈવાડા ખાતે વરસાદના કારણે બાઈવાડા ગામનું તળાવ પાણીથી ભરાતા એક યુવક ભરેલા તળાવને જોવા જતા તેનો પગ લપસતા તળાવમાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું.

[google_ad]

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી મેઘ મહેર જોવા મળી રહી છે ત્રણ કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ડીસા સહિત આજુબાજુના વિસ્તારમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું.

[google_ad]

તો બીજી તરફ ડીસા તાલુકાના બાઈવાડા ગામે ભારે વરસાદના કારણે બાઈવાડા ગામનું તળાવ વરસાદી પાણીથી ભરાતા આ તળાવને જોવા આવેલ રમેશ ઠાકોર નામનો યુવક તેનો પગ લપસતા તળાવમાં ડૂબ્યો હતો.

[google_ad]

આ ઘટના બનતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ભારે જહેમત રમેશ ઠાકોર નામના યુવકે તળાવમાંથી બહાર નીકળતા તેનું મોત થયું હતું. જે બાદ મૃતક રમેશ ઠાકોરની લાશને ડીસા સિવિલમાં પી.એમ અર્થે ખસેડવામાં આવી હતી.

 

 

From – Banaskantha Update


Share