થરાદ પોલીસે ઘઉંના કટ્ટાની આડશમાં ટ્રકમાં લઈ જવાતો 1800 બોટલ દારૂ ઝડપી પાડ્યો

- Advertisement -
Share

થરાદ પોલીસે ઘઉંના કટ્ટાની આડશમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને 1800 બોટલના જથ્થા સાથે ઝડપી લીધો હતો. થરાદના મદદનીશ પોલીસ અધિક્ષક પુજા યાદવના માર્ગદર્શન હેઠળ પીઆઇ જે.બી.ચૌધરીની રાહબરી હેઠળ કર્મચારીઓ સોમવારે સાંજે ખોડા બોર્ડર પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન ઘઉંના કટ્ટા ભરેલી ટ્રક નંબર GJ-34-T-0440 આવતા પોલીસે તેને અટકાવીને તલાશી લીધી હતી. દરમિયાન તેમાં વિદેશી દારૂની 150 પેટી ભરેલી જણાઇ આવી હતી.

 

પોલીસે ઘઉંના કટ્ટાની આડમાં છુપાવીને ભરી લઇ જવાતો 1800 બોટલ દારૂનો જથ્થો કુલ રૂપિયા 6,30,000, ટ્રક રૂ.10,00,000, બે ફોન રૂ.5500, ઘઉંના 350 કટ્ટા રૂ. 1,75,000 મળીને કુલ મુદ્દામાલ 18,10,500 કબજે લીધો હતો.

પોલીસે ચાલક રામકિશન મુળારામ જાટ (રહે.ભાટીપ,તા.રાણીવાડા,જિ.ઝાલોર-રાજસ્થાન)ની અટકાયત કરી હતી. તથા સાંચોરથી દારૂ ભરાવનાર રાજુ હેમરાજ શર્મા (રહે.ઉનડી,તા.ગુડામાલાણી, જિ.બાડમેર) સહિત બંને સામે ગુનો દાખલ કર્યો હતો. આ જથ્થો રાધનપુર પહોંચ્યા પછી ફોન કર્યા મુજબ આપવાનો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!