કાંકરેજના ખીમાણા તળાવમાં હજારો માછલીઓના મોત નિપજતાં ચકચાર

- Advertisement -
Share

માછલીઓના મૃતદેહ મળી આવતાં લોકોમાં આક્રોશ ભભૂક્યો : વહેલી તકે તંત્ર દ્વારા તળાવમાં પાણીની વ્યવસ્થા કરાય તેવી સ્થાનિક લોકોની માંગ

 

કાંકરેજ તાલુકાના ખીમાણા તળાવમાં મંગળવારે એક સાથે હજારો માછલીઓના મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે. જેમાં તળાવમાં માછલીઓના મૃતદેહ મળી આવતાં લોકોમાં રોષ ભભૂક્યો છે.
તળાવનું પાણી સૂકાતાં માછલીઓનો જીવ સંકટમાં આવ્યા છે. જ્યારે વહેલી તકે તંત્ર દ્વારા તળાવમાં પાણીની વ્યવસ્થા કરાય તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે.
બનાસકાંઠા જીલ્લામાં દિવસેને દિવસે ભૂર્ગભ જળના તળ નીચા જઇ રહ્યા છે. ત્યારે પાણીની વિકટ પરિસ્થિતિ વચ્ચે અબોલ પશુઓ, પ્રાણીઓ અને પંખીઓને જીવન નિર્વાહ પર સંકટ આવ્યું છે.
ત્યારે ડેમ અને તળાવો ખાલીખમ થઇ ગયા છે. પાણીના તળ દિવસેને દિવસે ઉંડા જતાં ખેતી પર નિર્વાહ કરતાં ખેડૂતોને આફતનું સંકટ આવ્યું છે.
ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે કાંકરેજ તાલુકાના ખીમાણા તળાવમાં પાણી ઓસરતાં મંગળવારે એક સાથે હજારો માછલીઓના મોત નિપજતાં ચકચાર મચી ગઇ છે.
જ્યારે માછલીઓના મૃતદેહ મળી આવતાં લોકોમાં આક્રોશ ભભૂક્યો છે. ગરમીના પ્રકોપથી દિવસેને દિવસે તળાવમાં પાણી ઓસરતાં માછલીઓનો જીવ પર સંકટ આવ્યું છે. જ્યારે વહેલી તકે તંત્ર દ્વારા તળાવમાં પાણીની વ્યવસ્થા કરાય તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!