CA પોતાની પત્નીને ભગવાનના મંદિર દર્શન અર્થે લઇ જવા નીકળ્યો હતો પણ પત્ની બે ખબર હતી કે પતિ ભગવાનનાં દર્શને નહી પરંતુ ભગવાનનાં ઘરે મોકલવાનો કારસો રચી રહ્યો હતો.
બનાસકાંઠાના ધાનેરા તાલુકાના આલવાડાનાં વતની અને હાલ રહે. ડીસાના લલીતભાઈ ટાંક તે ડીસામાં ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે પ્રેક્ટીસ કરી રહ્યા છે તા.26/12/2020 ના રોજ વહેલી સવારે તેમના પત્ની દક્ષાબેન સાથે લાખણી તાલુકના ગેળા હનુમાન ખાતે પગપાળા દર્શેને નીકળ્યા હતા અને કાતરવા નજીક એક પુરઝડપે આવતી કારે દક્ષાબેનને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો તેમાં તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને ભીલડી પોલસ ઘટના સ્થળે પહોચી મૃતકની લાશને ડીસા સિવિલ ખાતે પી.એમ.અર્થે ખસેડવામાં આવી હતી.
અકસ્માતની ઘટનાથી સમગ્ર પંથક અને સમાજમાં ભારે શોકની લાગણી પ્રસરી હતી અને મૃતકનાં પતિ લલિતભાઈ ટાંક સાથે સમગ્ર સમાજ એન ગ્રામજનોએ સાત્વના આપી હતી અને તેમી લાગણીઓ પણ જોડાયેલ હતી.
આખરે દોઢમાસ બાદ આ અકસ્માતની ઘટના તપાસ કરેલ ભીલડી પોલીસની તપાસમાં નવો વળાંક આવતા જે અકસ્માતની ઘટના પહેલાથી ઘડેલ હત્યાનો મામલો સામે આવતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની ગયો અને જે લલિત ટાંક માટે લાગણીઓ હતી તેને બદલે સમાજ તેના કરતુત પર ફીટકાર વરસાવી રહ્યા છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ લલિત માળીએજ પોતાની પત્ની હત્યા કરાવવાનું સામે આવ્યું છે જેમાં અકસ્માતની ઘટના બને તેના નજીકના સમયમાં આ લલિતે તેમના પત્નીનાં નામે કરોડ રૂપિયા ઉપરાંતનો વીમો લીધેલ હતો અને અને દોઢ મહિના પહેલા પોતાન મિત્ર દ્વારા જ પોતાની પત્નીની હત્યા કરવાના ઈરાદાથી અકસ્માત કરાવેલ હતો અને સમગ્ર ઘટનાને અકસ્માતમાં ખપવાનો પ્રયાસ કર્યો હતો.
ઉપરાંત તે સમયે પોતાની પત્નીનાં મોત બાદ ચક્સુદાન પણ કરાવ્યું હતું અને સમાજની લાગણીઓ સામે નામના મેળવી હતી. અને આખરે તે જ પતિએ પોતાની પત્નીનો હત્યારો હોવાનું માલુમ થઇ રહ્યું છે. હાલમાં તો ભીલડી પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ કરી રહી છે તેમાં જાણવા મળશે કે સાચે આ હત્યા કરવા પાછળ મૂળ કારણ શું છે.?
ઘટનાને લઈને સોસિયલ મીડયા પર અનેક સવાલો ઉઠાવી રહ્યા છે અને આ પ્રકારે લોકો સોસીયલ મીડિયામાં મેસેજ વાયરલ કરી રોષ વ્યક્ત કરી રહ્યા છે.
લોકમુખે એવી પણ ચર્ચાઓ થઇ રહી છે કે લલિત ટાંક આમ ગ્રામ વિસ્તારમાંથી આવતો હતો અને તેમના લગ્ન દાંતીવાડાના માળીવાસ ગ્રામ વિસ્તરમાં થયા હતા પણ પોતે CA.નું ભણેલા અને દેખાવડા હોય અને આર્થિક રીતે પણ સુખી હોઈ અન્ય યુવતી સાથે આડ સબંધ પણ હોઈ શકે અને તેના કારણે કરીને પણ આવો કારશો રચી પોતાની પત્નીની હત્યા કરાવી પત્નીને રસ્તામાંથી હટાવી હોય તેવું લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે જો આ પ્રકરની વાતો સાચી હોય તો ખુબજ દુ:ખદ અને નિંદનીય કહેવાય.જોકે આ બાબતે ભીલડી પોલીસ તપાસ કરી રહી છે અને હાલમાં તો પોલીસે શંકાના આધારે લલિતને કસ્ટડીમાં લઇ તપાસમાં પોલીસને મોટી સફળતા મળી છે.