માઉન્ટ આબુ નજીક ઇકો ગાડીમાં આગ ભભૂકતાં દોડધામ : મોટી જાનહાની ટળી

- Advertisement -
Share

ફાયર-ફાઇટર ઘટનાસ્થળે પહોંચી આગ પર સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો : આગના કારણે ગાડીમાં મોટું નુકશાન થયું

રાજસ્થાનના હીલ સ્ટેશન માઉન્ટ આબુના રસ્તા ઉપર મંગળવારે ઇકો ગાડીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.

જેમાં ગાડીમાં આગ લાગતાં જ ઇકો ગાડીમાં સવાર મુસાફરો સાવચેતી રાખી ઉતરી જતાં મોટી જાનહાની ટળી હતી.

આ ઘટનાની જાણ ફાયર-ફાઇટર વિભાગને થતાં ફાયર-ફાઇટરે ઘટનાસ્થળે પહોંચી સતત પાણીનો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

આ અંગેની વિગત એવી છે કે, ઉનાળામાં ઠેર-ઠેર જગ્યાએ આગ લાગવાના બનાવો સામે આવતાં હોય છે. જંગલો અને ગાડીઓમાં મોટાભાગના આગના બનાવો સામે આવે છે.
જેમાં રાજસ્થાનના માઉન્ટ આબુના રસ્તા ઉપર મંગળવારે એક ઇકો ગાડીમાં અચાનક આગ ભભૂકી હતી. ડ્રાઇવરને આગની જાણ થતાં ગાડી ચાલકે રસ્તા પરથી ગાડી સાઇડમાં કરી ગાડીમાં સવાર મુસાફરોને સાવચેતીથી ઉતારી દીધા હતા. જેથી મોટી જાનહાની ટળી હતી.

જો કે, જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આગના ગોટેગોટા જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોએ ફાયર-ફાઇટર વિભાગને જાણ કરતાં ફાયર-ફાઇટરે ઘટનાસ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ આગના કારણે ગાડીમાં મોટું નુકશાન થયું હતું.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!