ડીસાના દાનવીરએ પાલનપુર વર્ગ 4ના કર્મચારીઓને રાશન કીટ વિતરણ કરી

Share

બનાસકાંઠામાં ડીસાના ખેડૂત પુત્ર અને દાનવીર પી.એન માળી દ્વારા વધુ એકવખત ગરીબોના પડખે આવી વર્ગ 4ના કર્મચારીઓને રાશન કીટ આપી મદદરૂપ થવાનું ઉમદા કાર્ય કર્યું. જિલ્લા કલેકટરના હસ્તે કીટ વિતરણ કરવામાં આવી હતી.

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં કુદરતી હોનારત સમયે સતત જિલ્લાની પડખે ઉભા રહીને મદદરૂપ થવામાં ડીસાના ખેડૂતપુત્ર, બિલ્ડર અને દાનવીર પી.એન માળી હંમેશા આગળ રહ્યા છે. સતત 2 વર્ષથી ચાલતી કોરોના મહામારીમાં કીટ, ઓક્સીજન પૂરું પાડવામાં પી.એન માળી અગ્રેસર રહ્યા હતા.

[google_ad]

ત્યારે હાલ શ્રાવણના પવિત્ર માસ અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલના પાંચ વર્ષ પૂર્ણ થયેલ જે ને લઈને ગતરોજ જિલ્લા કલેકટર કચેરીમાં વર્ગ 4માં કામ કરતા કર્મચારીઓને રાશન કીટ જીલ્લા કલેકટર આનંદ પટેલના હસ્તે વિતરણ કરવામાં આવ્યું. આ બાબતે કલેકટર આનંદ પટેલે પી.એન માળીની સેવાકીય કામગીરીને બિરદાવી હતી અને કોરોના સમયે કરેલ કામગીરી બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.

[google_ad]

ત્યારે પી.એન માળીએ જણાવ્યું હતું કે, સતત 2 વર્ષના કોરોના કાળ દરમ્યાન અને વાવાજોડાના સમયે મળી 17 હજાર જેટલી રાશન કીટનું વિતરણ કરેલ સાથે કોરોના સમયે ઓક્સિજન બોટલની મફત સેવા કરી અનેકની મહામૂલી જિંદગી બચાવવાનું કામ પણ કરેલ સાથે કોરોના સમયે જ્યારે ગૌશાળાને દાનની મદદની જરૂર હતી ત્યારે ગાયોના ઘાસચારો પહોંચાડવાની મદદ કરેલ અને ડીસામાં બની રહેલ મુક્તિધામમાં રૂ. 5 લાખની મદદ કરી એક સેવાનું કામ કર્યું છે અને આજે રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીના શાસનને પાંચ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે કલેકટર કચેરીના વર્ગ 4ના કર્મચારીઓને રાશનકીટ કલેકટરના હસ્તે આપી શાસનની ઉજવણી કરેલ.

 

From – Banaskantha Update


Share